રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હામાપુર ગામે આજથી થોડા દિવસ પહેલા એક ગોઝારી ઘટના બનવા પામી હતી જેમાં એક જ ખેડૂત પરિવારના ચાર સભ્ય ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલા અને ચારેય વ્યક્તિઓની શોધખોળ કરતાં મૃત્યુ પામેલ છે તેમ જાણવા મળતા આખું એ હામાપૂર ગામ શોકમગ્ન બની ગયેલ હતું જ્યારે આ ગોઝારી ઘટના બનતા ધારી બગસરાના પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવતા સરકાર દ્વારા શક્ય તેટલી મદદ કરવાનો ભરોસો પણ આપેલ હતો ત્યારે આજે ચારેય મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી ચારેય મૃતકના પરિવારને એક એક મૃતક વ્યક્તિ દીઠ રૂપિયા ચાર ચાર લાખના ચેક આકસ્મિક સહાયમાંથી અર્પણ કરવામાં આવ્યા હતા આતકે અમરેલી જિલ્લાના સંસદ સભ્ય નારણભાઈ કાછડીયા ધારી બગસરાના પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયા બગસરા તાલુકા વિકાસ અધિકારી પંચોલી બગસરા તાલુકા પંચાયત પ્રમુખ ડી.કે. કોરાટ બગસરા તાલુકા પૂર્વ ભાજપ પ્રમુખ ધીરૂભાઇ માયાણી તેમજ રમેશભાઈ સતાસીયા હામાપૂર ગામના સરપંચ કે.કે થાવાણી સહિતના આગેવાનો હાજર રહી સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું.