રિપોર્ટર: સુરેશ જોશી,અંબાજી
હડાદ ગ્રામ પંચાયતમાં લેડીસ સરપંચ હોવાથી ગામની અંદર સારા કામ માટે ખરેપગે ઉતરી હોય તેવું ગામ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો તેમા કોરોનાની મહામારી વચ્ચે ખરેપગે ઉભી રહી લોકોની સમસ્યાઓ સમાધાન કરી હતી અને લોકોને સાચો માર્ગદર્શન આપવામાં આવતો હોય તેવું લોકોના મુખે સાંભળવા મળ્યું હતું કોરોનાની મહામારી વચ્ચે ગામ ફાળા માં પણ આગળ રહીને મોટો ફાળો આપીને ગણા કામો અને વિકાસના કામોમાં આગળ આવ્યા હતા હવે તો દાંતા તાલુકામાં પ્રથમ ગામ એવું બન્યું હતું કે જે સી.સી.ટીવી (બાજ નજર ) રાખતું ગામ બનાવ્યું હતું મહિલા સરપંચ હોવાથી પોતાની કામ ની ઉણપ લોકો સામે દર્શાવી હતી અને વિકસોના કામમાં આગળ રહી ગામમાં અનેક કામો બહારથી લાવીને કર્યા હતા હજુ તો તેમનું સપનું છે કે ગામની અંદર પેસતા માર્ગ પર મોટી ટાવર લાઈટ બનવાનું એ પણ સપનું સાકાર કરતા લોકોના મુખે ચર્ચાનો વિષય બન્યો હતો હાલમાં કોરોનાની મહામારી ચાલતી હોય તેને ધ્યાને લઈને આજથી સફાઈ અભિયાન ચાલુ કર્યું હતું અને ગામની આદર સ્વચ્છ રહે તે માટે ગામ લોકોને હાથ જોડીને સરપંચની સાથે સાથે ખભેથી ખભો મિલાવીને ગામ લોકો સાથ સહકાર આપે તેવું લોકોને જણાવ્યું હતું અને લોકોને કોઈ અવગળતા ન પડે તેના માટે પૂરેપૂરું ધ્યાન આપતા હોય છે આવનારી ચૂંટણીમાં હું ના હોઉં તો પણ ગામ લોકો યાદગાર રહે તે માટે ગામનો નકશો બદલવા માટે મહેનત કરતા દેખાઈ રહ્યા હતા જો મહિલા સરપંચ હોય ગામનો નકશો બદલી શક્તિ હોય તો બીજા ગામોના સરપંચ આ રીતે કેમ ના બનાવી શકે જો બીજા ગામના સરપંચો થોડી આવી મહેનત કરે તો દાંતા તાલુકો સૂર્ય નગરી તરીકે ઓળખવામાં આવે તેવું લોકો દ્વારા જાણવા મળ્યું હતું.