મોરબી: હળવદનો શખ્સ વિદેશી હથિયારોને વેચવાનું નેટવર્ક ચલાવતો હોવાનો એ.ટી.એસની તપાસમાં ઘટસ્ફોટ.

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

તાજેતરમાં એટીએસે ૫૪ હથિયારો સાથે ૯ થી વધારે શખ્સોની ધરપકડ કરી હતી : તપાસ બાદ એ.ટી.એસે જાહેર કરી વિગતો નીચે મુજબ છે.

ગુજરાત એ.ટી.એસ દ્વારા ગત ૧૯ જુનના રોજ ગેરકાયદે હથિયારનો વેપલો કરવાના ષડયંત્રનો પર્દાફાશ કરાયો હતો. આ પ્રકરણમાં ૫૪ આર્મ્સ હથિયારો સાથે કુલ ૯ થી વધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ઝડપાયેલા શખ્સોની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન આ હથિયારો એકાદ-બે વર્ષ અગાઉ અમદાવાદના જોધપુર ગામ રોડ પર રામદેવ નગરમાં આવેલા તરુણ ગન હાઉસના માલિક તરુણ ગુપ્તા પાસેથી ખરીદી કર્યા હોવાનું બહાર આવ્યું હતું.

મળેલી માહિતીના આધારે રાજુલા (સુરેન્દ્રનગર), હળવદ (મોરબી), રાપર, ભચાઉ, અબડાસા (કચ્છ-ભુજ), ગાંગડ(અમદાવાદ) સહિતની અલગ અલગ જગ્યાઓ પર એ.ટી.એસની ટીમ દ્વારા તપાસ હાથ ધરી કુલ ૧૪ આરોપીઓને ૫૧ જેટલા હથિયારો સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *