રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
પસંદ એને કરો જે પરિવર્તન લાવે બાકી પ્રભાવિત તો મદારી પણ કરી લેતા હોય છે.આ કહેવત ને સાર્થક કરતા રાજુલા પ્રજાપતિ સમાજ ના નવ યુવાન અને રાજુલા નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસ ના સદસ્ય મહેશભાઈ ટાંક પોતે કોંગ્રેસ પાર્ટી સાથે સંકળાયેલા હતા પરંતુ તેઓને અન્યાય નો સામનો વારંવાર કરવો પડતો હતો ત્યારે આજ રોજ રાજુલા નગરપાલિકા ના પૂર્વ સદસ્ય મહેશભાઈ ટાંક કોંગ્રેસ છોડી ભાજપમાં પ્રવેશ કર્યો. ત્યારે જિલ્લા ભાજપ ના મહામંત્રી રવુંભાઈ ખુમાણ હીરાભાઇ સોલંકી સહિત ના આગેવાનો એ આવકાર્યા હતા.