મહીસાગર: લુણાવાડાના ભ્રષ્ટ કોંગ્રેસી પાલિકા પ્રુમખના શાસનનો આવ્યો અંત.

Latest Mahisagar
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર

લુણાવાડામાં ભ્રષ્ટાચારી રાવણનો અંત

મ્યુનિસિપાલિટી એડમીનીસ્ટ્રેશન કમિશ્નરે કર્યો હુકમ

જયેન્દ્રસિંહ સોલંકીને પ્રમુખપદ અને સભ્યપદેથી દૂર કર્યા

અનેક ભ્રષ્ટાચારથી ઘેરાયેલા રાવણે અનેક કૌભાંડો આચર્યા

લુણાવાડાની કોંગ્રેસ સાશિત નગરપાલિકાના વિવાદિત અને સસ્પેન્ડેડ પ્રમુખ જયેન્દ્ર સોલંકીનો સાશન કાલમાં અનેક કૌભાંડો ચર્ચાસ્પદ રહ્યા. જેમાં નંદન આર્કેડમાં પોતાની દુકાનો વેચવા રોડ, પૂજા સોસાયટીમાં પોતાના પ્લોટ વેચવા માટે રોડ, આકારણીનું કૌભાંડ, રસ્તા બનાવવાના કૌભાંડ, માછીમારી કૌભાંડ, ટાઉન હોલનું કૌભાંડ (૪૬ લાખ નો ખાડો) સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ નું કૌભાંડ, બાંધકામની પરવાનગી આપવાનું કૌભાંડ,ગૌશાળા બનાવવાનું કૌભાંડ જેવા અનેક ભ્રષ્ટાચારના કિસ્સાઓ નગરજનોની ચર્ચામાં કેન્દ્ર સ્થાને રહ્યા પરંતુ “મઘવાસ દરવાજા બહાર કુંડાળ ફળીયાથી વેરી રીવર તરફનો બંન્ને સાઇડ પાણીના નિકાલની ગટરો સહિત” બનાવવાના જગ્યાએ પોતાની હિસ્સેદારીવાળા નંદન આર્કેડમાં રોડ બનાવવાના મામલામાં આબાદ ઝડપાઈ ગયા.

લુણાવાડા નગરપાલિકા પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકીએ “મઘવાસ દરવાજા બહાર કુંડાળ ફળીયાથી વેરી રીવર તરફનો બંન્ને સાઇડ પાણીના નિકાલની ગટરો સહિત” બનાવવાના રોડના મંજુર થયેલ કામની જગ્યાએ પોતાની માલિકીના નવીન બની રહેલા નંદન આર્કેડમાં બનાવી પોતાની દુકાનો ઊંચા ભાવે વેચવા પોતાની સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર કરવાના ચર્ચાસ્પદ મામલામાં ગુજરાત રાજ્ય મ્યુનિસિપાલિટી એડમીનીસ્ટ્રેશન કમિશ્નરે લુણાવાડા પાલિકા પ્રમુખને નગરપાલિકા અધિનિયમ હેઠળ પ્રમુખપદ અને સભ્યપદથી દુર કરવાનો હુકમ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

લુણાવાડા નગરપાલિકામાં મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના ૨૦૧૪-૧૫ના વર્ષમાં મંજુર થયેલ ગ્રાન્ટમાંથી જે કામ રૂ. ૬૪,૬૭, ૨૨૧/-નું મંજુર કરવામાં આવેલ કામનો પરવેઝ કન્સ્ટ્રક્શનને વર્કઓર્ડર આપવામાં આવેલ, સ્થળ ઉપર દબાણો હોવાથી કામ થઇ શકે તેમ ન હોવાથી દબાણો ખુલ્લા કરાવવામાં ૧૮ માસ જેટલો સમય પસાર થયેલ હોવાથી કોન્ટ્રાક્ટરે કામમાં મુક્તિ આપીને ડીપોઝીટ પરત આપવા માંગણી કરતાં પ્રમુખ જયેન્દ્રસિંહ વાય. સોલંકીએ સદર કોન્ટ્રાક્ટરને કામમાંથી મુક્તિ આપવાનો હુકમ કરી નવેસરથી ટેન્ડરીંગ કરતાં આ અંગે શ્રી રામ બિલ્ડર્સનું રૂા .૭૪,ર૧,૦૮૦/ – ટેન્ડર મંજુર કરવામાં આવેલ. જેને કારણે નગરપાલિકાને રૂા.૯,૫૪,૪૫૯/-નો વધારાનો આર્થિક બોજો પડ્યો હતો. જેથી પાલિકા પ્રમુખ સામે પગલાં લેવા અંગે પાલિકા વિરોધ પક્ષના નેતા મુળજીભાઈ રાણાએ અરજી કરતાં તે અંગે તપાસ કરીને જયેન્દ્રસિંહ વાય સોલંકી વિરૂધ્ધ કલમ -૩૭ હેઠળ પગલાં લેવા અંગે પ્રાદેશિક કમિશ્નરે અહેવાલ આપતાં કારણ દર્શક નોટીસ આપવામાં આવી હતી. સમગ્ર કેસના તારણો મુજબ આક્ષેપિત સામે નગરપાલિકા અધિનિયમ હેઠળ પગલાં લેવા પાત્ર ઠરતાં ન્યાયના હિતમાં નિર્ણય કરતાં ગુજરાત રાજ્ય મ્યુનિસિપાલિટી એડમીનીસ્ટ્રેશન કમિશ્નર દ્વારા લુણાવાડા નગરપાલિકા પ્રમુખ જયેન્દ્રસિંહ વાય. સોલંકીએ તેઓની પ્રમુખ તરીકેની ફરજ દરમ્યાન પરવેઝ કન્સ્ટ્રક્શનને કામમાંથી મુક્તિ આપવા સત્તાનો દુરઉપયોગ કરેલ હોઇ, ગુજરાત નગરપાલિકા અધિનિયમ -૧૯૬૩ ની કલમ -૩૭ (૧) હેઠળ તેઓને લુણાવાડા નગરપાલિકાના પ્રમુખપદે તેમજ સભ્યપદેથી દુર કરવા હુકમ કરવામાં આવ્યો છે. અત્રે નોંધનીય છે પાલિકા પ્રમુખ વિરુદ્ધ અનેક ભ્રષ્ટાચારની અરજીઓ પેન્ડીંગ છે આગામી સમયમાં કાર્યવાહીની વકીના પગલે મળતિયા ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ ફેલાયો છે.

ભ્રષ્ટ સાશનનો અંત સત્યનો વિજય

લુણાવાડાની કોંગ્રેસ સાશિત પાલિકાના પ્રમુખ જયેન્દ્રસિંહ સોલંકીને પ્રમુખપદે અને સભ્યપદે સસ્પેન્ડ કરવાનો મ્યુનિસિપાલિટી એડમીનીસ્ટ્રેશન કમિશ્નરે હુકમ કર્યો છે એ લાંબા સમયની ભ્રષ્ટાચાર સામેની લડતમાં સત્યનો વિજય છે. ભ્રષ્ટ સાશનનો અંત આવ્યો છે પણ હજુ લડાઈ બાકી છે.પાલિકા પ્રમુખના હજુ પણ અનેક ભ્રષ્ટાચારના મામલા પેન્ડીંગ છે.

મુળજીભાઈ રાણા,લુણાવાડા પાલિકા વિરોધ પક્ષના નેતા,દીપ .પી.દોશી.
ભ્રષ્ટાચારમાં સસ્પેન્ડ થયેલા પાલિકા પ્રમુખનું વિવાદિત સાશન

લુણાવાડા નગરપાલિકા પ્રમુખ જયેન્દ્ર સોલંકીનો સાશન કાલ વિવાદિત રહ્યો છે. અનેક કૌભાંડો ચર્ચાસ્પદ રહ્યા. જેમાં નંદન આર્કેડમાં પોતાની દુકાનો વેચવા રોડ, પૂજા સોસાયટીમાં પોતાના પ્લોટ વેચવા માટે રોડ, આકારણીનું કૌભાંડ

રસ્તા બનાવવાના કૌભાંડ, માછીમારી કૌભાંડ, પેવર બ્લોકનું કૌભાંડ, ટાઉન હોલનું કૌભાંડ (૪૬ લાખનો ખાડો)

સ્પોર્ટ્સ કોમ્પલેક્ષનું કૌભાંડ, બાંધકામની પરવાનગી આપવાનું કૌભાંડ, ગૌશાળા બનાવવાનું કૌભાંડ જેવા અનેક ભ્રષ્ટાચારના મામલાના આક્ષેપોમાં પ્રમુખ સપડાયા હતા. પોતાના બિલ્ડીંગ કન્સ્ટ્રકશનની સાઈટ પર ફ્લેટ અને દુકાનો વેચવા જ્યાં રહેણાંક પણ શરુ નહોતું થયું તેવા વિસ્તારમાં રહીશોના વતીના ફાળાની રકમ પોતાના મળતિયાઓ દ્વારા ભરાવી ભ્રષ્ટાચાર આચરી સરકારી ખર્ચે રોડ બનાવી દીધા અને અનેક વિસ્તારના રહીશો રોડની માંગણી કરતાં રહયા. લુણાવાડા નગરમાં મનસ્વી રીતે પોતાના માનીતા કોન્ટ્રાક્ટરો સાથે છુપી ભાગીદારી કરી ભ્રષ્ટાચાર આચરતા રહ્યા પરંતુ નંદન આર્કેડના મામલામાં આબાદ ઝડપાઈ ગયા.

સત્ય પરેશાન હો સકતા હે પરાજીત નહિ નું સૂત્ર પોતાને જ લાગુ પડતા ફોન બંધ..

પાલિકામાં ભ્રષ્ટ વહીવટની અવારનવાર જયારે જયારે કૌભાંડોના આક્ષેપો અંગેના ચર્ચાઓ નગરજનોમાં જાગતી ત્યારે સોશિયલ મીડિયામાં સત્ય પરેશાન હો સકતા હે પરાજીત નહિનું પ્રચલિત સૂત્ર પ્રસારિત કરતાં પોતાના જીહજુરિયા પાસે પોતાનો કક્કો ખરો કરાવતા પાલિકા પ્રમુખને આજે એ સૂત્ર પોતાના પર જ લાગુ પડ્યું ત્યારે ફોન મૂંગોમન્તર થઇ ગયો જોવા મળ્યો હતો.

જીગ્નેશ પંડ્યા પાલિકા સભ્યનો ભાઈ અનીલ પંડ્યા પણ નંદન આર્કેડમાં ભાગીદાર.. શું પગલાં ભરાશે?

લુણાવાડા નગરપાલિકાના સભ્ય જીગ્નેશ પંડ્યાના સગાભાઈ અનીલ પંડ્યા નંદન આર્કેડમાં પાલિકા પ્રમુખના સહભાગીદાર છે. પાલિકા પ્રમુખે પોતાના બદઈરાદાથી કુંડળ જતો રોડ નંદન અર્કેદમાં બનાવી દીધો અને આ અંગે પ્રાદેશિક કમિશનરની તપાસમાં ચીફ ઓફિસરની રૂબરૂમાં નંદન અર્કેદમાં બનેલા રોડની તપાસ કરવામાં આવી હતી અને તે જ મામલામાં પાલિકા પ્રમુખનું પ્રમુખ પદ અને સભ્યપદ ગુમાવવાનો વારો આવ્યો ત્યારે સહયોગી પાલિકા સભ્ય પર કોઈ કાર્યવાહી થશે કે કેમ તે અંગે નગરમાં ચર્ચાઓ શરુ થઇ છે.

દીપ દોશી અને વિરોધપક્ષના નેતા મુળજીભાઈએ ભ્રષ્ટાચારી રાવણનું મૂળ ઉખાડ્યું..

લુણાવાડા પાલિકા વિરોધપક્ષના નેતા મુળજીભાઈ રાણા અને તેમના સહયોગી દીપ દોશીએ સતત પ્રય્તનશીલ રહી સમગ્ર ભ્રષ્ટાચારનો પર્દાફાશ ક્રર્યો છે. તેઓના મત મુજબ હજુ અનેક ભ્રષ્ટાચારના મામલા પેન્ડીંગ છે એમાં પણ કડક કાર્યવાહી કરાવીશું અને લુણાવાડા નગરને ભષ્ટાચાર મુકત અને વિકાસશીલ બનાવીશું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *