રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લા નો નસવાડી તાલુકો ખેતી પ્રધાન તાલુકો હોઈ નસવાડી તાલુકા ના કપાસ ના બિયારણ નું વાવેતર કરી દેવાયુ હતું કારણ કે શરૂઆત મા વરસાદ થયા બાદ ખેડૂતો ને વરસાદ વહેલો આવવાની આશા હતી વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાયો હતો જેમાં નસવાડી તાલુકા ના ગ્રામ્ય વિસ્તારો મા વરસાદ પડ્યો હતો પરંતુ નસવાડી ની આજુબાજુ ના ગામડામાં વરસાદ પડ્યો ના હતો તેથી બિયારણ ફેલ જશે નું ખેડૂતો જણાવી રહ્યા હતા અને એકબાજુ ગરમીનો ઉકળાટ પણ વધુ હોય ખેડૂતો ચિંતિત બન્યા હતા આખરે ૧૦ દિવસ ના લાંબા વિરામ બાદ વરસાદ નસવાડી મા પડ્યો હતો સાથે આસપાસ ના ગામડા ઓમાં પણ વરસાદ ધીમી ધારે પડ્યો હતો આ વરસાદ થી ખેડૂતો એ કરેલ કપાસ નું બિયારણ ને જીવંતદાન મળ્યું છે તેથી ખેડૂતો મા ખુશી છવાય છે.