રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
નસવાડીમાં આજરોજ કોરોના પોઝિટિવ નું એક કેસ નોંધાયો હતો.આઝાદ ચોકમાં રહેતા હરિ કિશનભાઈ મોદી ને શરદી ખાંસી તાવ આવતા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો તાલુકા વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર હાલ રાજ્યભરમાં પૂર્ણા વાયરસ નો હાહાકાર વચ્ચે નસવાડી ટાઉનમાં એક સપ્તાહમાં ફરી ત્રીજો કોરોના પોઝિટિવ કેસ નોંધાયો હતો. ગયા સપ્તાહે કવાંટ રોડ વિસ્તાર માં રહેતા એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેને વડોદરા ખાતે દાખલ કરવામાં આવ્યો હતો. અને તે વિસ્તારના લોકો ને માસ કોરોનટાઇન કરવામાં આવ્યા હતા. આઝાદ ચોકમાં રહેતા હરિ કિશનભાઈ અશોકભાઈ મોદી ને છેલ્લા ચાર દિવસથી તાવ ન ઉતરતા તેઓનું કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા અમદાવાદ ખસેડવામાં આવેલ છે. જેને લઇને નસવાડી તાલુકા વહીવટી તંત્ર દોડતું થયું છે. અને આરોગ્ય વિભાગ ને ૧૭ ઘરને તેમજ ૩૬ વ્યક્તિઓને માસ કોરોનટાઇન કરી પતરાં મારવા ના આદેશ આપવામાં આવ્યા છે.