અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં ઇલેક્ટ્રોનીક મીડીયા સંધની રચના કરાય આવનાર દિવસોમાં પત્રકારો પડતી મુશ્કેલીઓ અંગે સંઘ સતત કાર્યસીલ રહેશે.

Amreli
રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી

અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં  ઇલેક્ટ્રોનિક મીડિયા સંઘની રચના કરવા અર્થે ભૂતનાથ મહાદેવના સાનિધ્યમાં બગસરા ઇલેક્ટ્રોનિક મીડિયા સંઘની રચના કરવા બાબતે એક ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સર્વાનુમતે પ્રમુખ તરીકે કિરીટભાઈ જીવાણી ઉપ.પ્રમુખ તરીકે અશોકભાઈ મણવર મંત્રી તરીકે રાજુભાઈ જોગી સહાયક તરીકે ઈમ્તિયાઝ ભાઈ સૈયદ ખજાનચી તરીકે એમ. ડી. પંડ્યા.ની સર્વાનુમતે વરણી કરવામાં આવી  કારોબારીના તમામ સભ્ય સહમતિથી બગસરા શહેરમાં ઈલેક્ટ્રોનિક મિડીયાની રચના કરેલ આવનાર દિવસો મા પત્રકારો પડતી મુશ્કેલીઓ ધ્યાને રાખીને આ રચના કરેલ આ તકે પરેશભાઇ પરમાર પ્રતાપભાઇવાળા અલતાફ આરબ મનજીભાઈ પરમાર યુનુસભાઇ શેખ ની ઉપસ્થિતિમાં સૌવ પત્રકારો મો મીઠાં કરીને પ્રમુખ ને શુભકામનાઓ પાઠવેલ અને આવનાર સમયે શહેરમાં તમામ કાર્યક્રમમાં સાથે જ હાજરી આપશે આ તકે સરકારી તંત્ર કે રાજકીય પાર્ટી કે સંસ્થાઓ આમારી નોંધ લેવાની રહે છે તેવું અંતે ઇલેક્ટ્રોનીક મીડીયા સંધના મંત્રી રાજુભાઇ જોગી એ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *