નર્મદા: સાગબારાના દેવસાકી ગામમાં ખેતરની વાડ બાબતે થયેલી બબાલમાં દાંતરડા વડે હુમલો:3 વિરુદ્ધ ફરિયાદ

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

નર્મદા જિલ્લા ના સાગબારા તાલુકાના દેવસાકી ગામમાં ખેતર ની વાડ બાબતે થયેલી મગજમારી માં પાડોશી ખેતર વાળા એ દાંતરડા વડે હુમલો કરતા ઇજા બાદ 3 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દેવસાકી ગામના અમલેશભાઇ બાબુભાઇ વસાવા નું ખેતર બહાદુરભાઇ ગુલમાભાઇ વસાવા ના ખેતરનો એકજ શેઢો હોવાથી બહાદુર વસાવા એ અમલેશ વસાવના ખેતરમા સાત ફુટ જેટલા અંદર આવી વાડ બનાવી દેતા એ બાબતે કહેવા જતા ઝગડો થયો હોય જેમાં બહાદુરે ગંદી ગાળો બોલી હતી જ્યારે અનિતાબેન બહાદુર વસાવા અને ભારતીબેન બહાદુર વસાવા એ અમલેશના માથાના વાળ ખેચ્યા બાદ બહાદુરે દાતરડા વડે હુમલો કરી અમલેશ ના કાનના તથા જમણી આંખની ઉપરના ભાગે મારી ઇજા કરી હોવાની ફરિયાદ અમલેશ વસાવા એ કરતા સાગબારા પોલીસે ઉપરોક્ત ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *