નર્મદા જિલ્લા નો વરસાદ ૧૩૨ મિ.મિ. વરસાદ સાથે દેડીયાપાડા તાલુકો જિલ્લામાં મોખરે.

Narmada
રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની

નર્મદા જિલ્લાામાં તા. ૩૦ મી જુન, ૨૦૨૦ ને મંગળવારના રોજ નાંદોદ તાલુકામાં-૧૮ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્તા થયાં છે.

જિલ્લાબમાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૩૨ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૧૩૧ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો- ૧૧૮ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, નાંદોદ તાલુકો-૧૧૦ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને તિલકવાડા તાલુકો -૧૦૫ મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે.

જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૨૨.૭૬ મીટર, કરજણ ડેમ- ૯૯.૯૫ મીટર, નાના કાકડીંઆંબા ડેમ- ૧૮૦.૭૦ મીટર અને ચોપડવાવ ડેમ- ૧૮૧.૨૦ મીટરની સપાટી રહેવા પામી છે, જ્યારે નર્મદા નદીનું ગરૂડેશ્વર પાસેનું ગેજ લેવલ ૧૬.૦૦ મીટર હોવાના અહેવાલ નર્મદા જિલ્લાડ પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્તળ થયાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *