નર્મદા: રાજપીપળા નગરપાલિકાને ગંદકી બાબતે ખુદ સાંસદે સ્વચ્છતા બાબતે પત્ર લખવો પડ્યો.

Latest Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

રાજપીપળા નગરપાલિકા એક પછી એજ વિવાદો માં ઘેરાયેલી રહે છે હાલ ઘણા દિવસોથી વેરા વધારા મુદ્દે વિવાદ માં આવેલી રાજપીપળા નગરપાલિકા હાલ સ્વચ્છતા મુદ્દે વિવાદમાં આવી છે હાલ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે રાજપીપળા ના ઘણા વિસ્તારો માં ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે જેથી પ્રજાના સ્વાસ્થ્ય ઉપર ગંભીર જોખમ ઉભું થયું છે હદ તો ત્યારે થઈ છે જ્યારે ૧૦ વર્ષ થી ગંદકી નું નિરાકરણ ન આવતા ખુદ સાંસદે પાલિકા ના ચીફ ઓફિસર ને પત્ર લખવો પડ્યો છે

મનસુખભાઇ વસાવાએ પત્રમાં જણાવ્યું છે કે રાજેન્દ્રનગર સોસાયટી રાજપીપળામાં રાજેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં ચોમાસામાં પાણી ભરાઇ રહે છે જેના કારણે ખૂબ ગંદકી થાય છે કીચડ થવાના કારણે મહાદેવ મંદિર દુર્ગા મંદિર જલારામ મંદિર માં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ તેમજ કલરવ વિદ્યાલય માં ભણતા ભૂલકાઓ અને આવતા જતા લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે સોસાયટી સહિત બધા જ લોકો ને ખૂબ તકલીફ પડે છે આ સ્થિતિ છેલ્લા દસ વર્ષથી છે આ વિસ્તારના નગરપાલિકાના સેવકોને લોકોએ અનેક વાર રજૂઆત કરી છે પરંતુ કોઇ જ પરિણામ આવ્યું નથી જેથી મારે આપને પત્ર લખવો પડ્યો છે તેથી આપને સ્થળ સ્થિતિનું નિરિક્ષણ કરી તાત્કાલિક પાણી નિકાલની ચોમાસા પહેલા ઉકેલ લાવે તેવી રજૂઆત કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *