ગીર સોમનાથ: વેરાવળમાં ડોક્યુમેન્ટ આપવા બાબતે એક જ પરિવારના સભ્યો બાખડીયા સામસામે ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી.

Gir - Somnath
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ

સાઈબાબા મંદિર પાછળ ગોકુલ નગર સોસાયટીમાં રહેતા સુરેશ ખેમચંદ સેવકાણી ને તેના મોટાભાઈ ટેકચંદ ના પુત્ર મનોજ, નિરાલી મનોજ ,ધનવંતિ ટેકચંદ જીલભાઈ હિતેશભાઈ એ ડોક્યુમેન્ટ તમે સંતાડી દીધા છે તેમ જણાવી ભૂંડી ગાળો આપી ઢીકાપાટુનો મારમારી લોખંડના પાઈપથી હુમલો કરી શરીરે મૂંઢ ઇજા કરતા પોલીસ ફરિયાદ કરી છે. સામે પક્ષે મનોજ ટેકચંદે સુરેશ ખેમચંદ વિજય ખેમચંદ,પ્રકાશ ખેમચંદ, સંદીપ પાસે ડોક્યુમેન્ટ માંગતા ના પાડી ભૂંડી ગાળો આપી, લાકડાના ધોકા ,લોખંડ ના પાઇપ થી મુંઢ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપતા પોલીસમાં ફરિયાદ કરી છે પોલીસે બંને પક્ષની ફરિયાદ લઇ વધુ તપાસ સોમનાથ મરીન પો.સ્ટે.એ.એસ.આઇ.આર.એલ. ચોપડા એ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *