રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
માળીયા હાટીના તાલુકાના કાણેક ગામે રહેતા અજીત ભાઈ જેઠા ભાઈ ઝણકાટ ની કિંદરવા ગામે આવેલી વાડીમાં કિન્દરવાના લાખા ભાઈ વીરાભાઇ ખેરે સિમેન્ટના પીઢીયા ૫૪ નંગ કિંમત રૂપિયા ૧૦૩૮૦ ની ચોરી કરી લઇ જતા પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે
વેરાવળ લોહાણા બોર્ડિંગ સામે શિવમ મકાનમાં રહેતા રાજ ભાઈ સંજયભાઈ તન્ના નો બાઈક હીરો સ્પ્લેન્ડર નંબર જીજે ૧૧ એ એમ ૦૧૭૨ કિંમત રૂ. ૩૫,૦૦૦ ઘર પાસે પાર્ક કરેલું હતું ત્યારે કોઈ અજાણ્યો શખસ ચોરી કરી લઇ જતા બાઈક ચોરી અંગે પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.