જૂનાગઢ: કેશોદ તાલુકાના અજાબ રાણીંગપરા ગામે વિજળી પડતા ૧૫ લોકો ને સિવિલ હોસ્પિટલ માં સારવાર માટે મોકલાયા.

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

અજાબ ગામે મકાનમાં વિજળી પડતા મકાનના સ્લેપમાં તિરાડ પડી જ્યારે રાણીંગપરા ગામની સીમમાં ખેતરમાં વિજળી પડતા ખેત મજુરી કરતા પંદરથી વધુ લોકોને કેશોદની સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા

કેશોદ તાલુકામાં સવારથી વાતાવરણમાં બદલાવ થતાં વરસાદી માહોલ સર્જાયો હતો સવારે નવ વાગ્યાથી ગાજવીજ સાથે ધીમીધારે મેઘસવારી શરૂ થઈ હતી ત્યારે બપોરના સમયે કેશોદ તાલુકાના અજાબ ગામે મકાનમાં વિજળી પડતા મકાનના સ્લેપમાં તિરાડ પડી હતી જ્યારે રાણીંગપરા ગામે ખેતરમાં વિજળી પડી હતી તે સમયે દિનેશભાઈ મહીડાના ખેતરમાં ખેત મજુરી કરતા આશરે વિસ જેટલા લોકોને વિજળી પડવાની બેભાન અવસ્થા જેવી સ્થિતિ સર્જાતા તાત્કાલિક કેશોદની સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડાયા હતા સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

કેશોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયેલ પંદરથી વધુ લોકોને સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલની બેદરકારી પણ જોવા મળી હતી .

સિવિલ હોસ્પિટલમાં એક બેડમા બે બે દર્દીઓને સારવાર અપાતી ઘટના કેમેરામાં કેદ થઈછે ત્યારે સોશ્યલ ડીસ્ટ્નટનો ભંગ પણ માની શકાય અને માત્ર પંદર જેટલા દર્દીઓની સારવારમાં જો એક બેડમાં બે બે દર્દીઓને સારવાર આપવામાં આવતી હોય તો વધુ રોગચાળો કે કોઈ મોટી ઘટના બને ત્યારે દર્દીઓની સારવાર સમયે શુ પરિસ્થિતિનું નિર્માણ થાય તે પણ એક ચર્ચાનો વિષય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *