મોરબી જિલ્લાના ઘુંટુ ગામ નજીક ડબલ સવારી બાઈકને કારચાલકે અડફેટે લેતા હળવદના બે મિસ્ત્રી યુવાનના મોત.

Latest Morbi
રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલા ઘુટુ ગામ પાસેથી ડબલ સવારી બાઈક પર પસાર થઈ રહેલા હળવદના બે યુવાનના બાઇકને કારચાલકે ગઇકાલે રાત્રીના સમય દરમ્યાન અડફેટે લીધું હતું જેથી કરીને બાઇકમાં બેઠેલા એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. જોકે એક યુવાનને ઈજાગ્રસ્ત હાલતમાં મોરબી થી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો પરંતુ રાજકોટ સારવાર દરમ્યાન ઈજાગ્રસ્ત યુવાનનું પણ મોત નીપજ્યું છે જેથી કરીને અકસ્માતના બનાવમાં હળવદ તાલુકાના બે યુવાનોના મોત નિપજ્યા છે અને હાલમાં મોરબી તાલુકા પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ગત રાત્રીના ૧૦ વાગ્યાના અરસામાં મોરબીની અંદર મિસ્ત્રી કામ પૂરું કરીને હળવદ તાલુકાના બે યુવાનો બાઈકમાં ડબલ સવારી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે મોરબી હળવદ હાઇવે ઉપર આવેલા ઘુટુ ગામ પાસેથી પસાર થઈ રહેલી કારના ચાલકે તેઓના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને બાઈક સવાર બંને યુવાનો ગંભીર રીતે ઈજા પામ્યા હતા અને એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતુ. જોકે બીજાને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તાત્કાલિક ૧૦૮ મારફતે મોરબી થી વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો પરંતુ રાજકોટ ખસેડાયા યુવાનનું પણ સારવાર દરમિયાન મોત નિપજયુ હોવાનું હાલમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદ તાલુકાના ઈશ્વરનગર ગામે રહેતા રમેશભાઈ કેશવજીભાઇ રાઠોડ જાતે મિસ્ત્રી (ઉંમર વર્ષ ૪૭) અને અશોકભાઈ વનનારાયણ વિશ્વકર્મા (ઉંમર વર્ષ ૪૦) રહે, હળવદ વાળા મોરબી પંથકની અંદર મિસ્ત્રી કામ કરવા માટે આવ્યા હતા અને ગત રાત્રીના ૧૦ વાગ્યાના અરસામાં તેઓનું કામ પૂરું કરીને તેઓ પોતાના ઘર તરફ જઈ રહ્યા હતાં દરમ્યાન મોરબી નજીકના ઘુટુથી માંડલ ગામ પાસે કાર ચાલકે અડફેટે લીધુ હતુ જેથી કરીને રમેશભાઈ કેશવજીભાઇ રાઠોડને ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.

જોકે તેમની સાથે જ બાઇકમાં બેઠેલા અશોકભાઈ વનનારાયણ વિશ્વકર્માને શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી તેમને ૧૦૮ મારફતે મોરબીથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર કારગત નીવડે ત્યાર પહેલાં સારવાર દરમિયાન અશોકભાઈ વિશ્વકર્માનું પણ મોત નીપજ્યું છે એટલે કે ઘૂટું પાસે સર્જાયેલા અકસ્માતમાં કુલ મળીને બે વ્યક્તિના મોત નિપજ્યા છે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. જે.પી. કણસાગરા દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે અને ફરિયાદ લેવા માટેની તજવીજ કરવામાં આવી રહી છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક રમેશભાઈ કેશવજીભાઇ રાઠોડને સંતાનમાં બે દીકરા અને એક દીકરી છે જેને હાલમાં પિતાની છત્રછાયા ગુમાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *