રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વહેલી સવારથી ધીમીધારે મેઘરાજાનું આગમન થયું હતું જ્યારે રાજુલાના હિંડોરણા. સતડીયા. વડ.ભેરાઇ.કડિયાળી સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.તેમજ જાફરાબાદના લોઠપુર કાગવદર લુણસાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ મેઘરાજાએ મહેરબાની કરી.વહેલી સવારથી વરસાદ પડતાં ઠંડક પ્રસરી.હતી વાવણી નો વરસાદ વરસ્યા પછી લાંબા સમય બાદ જાફરાબાદ વિસ્તારમાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશી જોવા મળ્યો.