રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ
જાયન્ટ ગૃપ ઓફ માંગરોળ ના ૨૦૨૦/૨૧ ના વર્ષ માટે ના નવા વરાયેલ હોદેદારોનો શપથવિધિ કાર્યક્રમ સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે યોજાયો હતો યુનિટ ડાયરેક્ટર ગુણવંતભાઈ સુખાનંદી એ પ્રમુખ શ્રી નિલેષભાઇ રાજપરા, સેકેટરી અનીશભાઈ ગૌદાણા તથા અન્ય નરેશભાઈ ગૌસ્વામી, લીનેશભાઇ સોમૈયા, પંકજભાઇ રાજપરા,દિલિપભાઈ ટીલવાણી ને હોદા ના શપથ લેવડાવ્યા હતા આ પ્રસંગે ફેડરેશન ૩ બી ના કો ઓડીનેટર ડો મહેન્દ કુમાર રાવલ જૂનાગઢ , વાઇસ પ્રેસિડેન્ટ જયદેવભાઈ ભટૃ જામનગર ઓન લાઈન વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉપસ્થિત રહ્યા હતા, કાયૅકમ ના પ્રારંભે દિપ પ્રાગટય, જાયન્ટસ પ્રાથૅના બાદ નિવૃત્ત થતા પ્રમુખ પંકજભાઈ રાજપરા એ ગત વરસ ની પ્રવૃત્તિ ની માહિતી આપી હતી નવા વરાયેલ પ્રમુખ શ્રી નિલેષભાઇ રાજપરા એ આગામી વરસ મા પણ વધુ પ્રોજેક્ટ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી ફેડ. કો. ઓ. ડો રાવલ સાહેબે નવા હોદેદારો ને શુભેચ્છાઓ પાઠવી હતી વી.પી શ્રી જયદેવભાઇ ભટે શુભેચ્છાઓ પાઠવી સભ્ય સંખ્યા વધારવા માટે ની અપીલ કરી હતી આભાર વિધિ ડી.એ.અનીશભાઈ એ કરી હતી.