રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ઊના બસ્ટેશન પાછળના ભાગે આવેલ ગોપાલ વાડી વિસ્તારમાં ઊના નગરપાલીકા દ્વારા આર.સી.સી રોડ રોડનું કામ શરૂ હોય જેમાં મજુરો કામ કરી રહ્યા હતા. ત્યારે શખ્સ રસ્તા પરથી બાઇક લઇ ચાલવા બાબતે શખ્સે મજુર સાથે ઝગડો કર્યો હતો અને બાદમાં શખ્સ ઉશ્કેરાઇ જઇ અન્ય ૧૦ થી વધુ શખ્સોને બોલાવી તલવાર, લાકડાના ધોકા જેવા જીવલેણ હથિયાર વડે હુમલો કરતા ત્રણ વ્યક્તિઓને ઇજા પહોચાડી હતી. જ્યારે એક મજુર યુવાનને માથાના તથા હાથના ભાગે તલવાર લાગી જતાં ગંભીર ઇજા પહોચતા સરકારી હોસ્પીટલમાં ખસેડવામાં આવેલ બાદમાં વધુ સારવાર માટે રાજકોટ રીફર કરેલ હોવાનું જાણવા મળેલ છે. હુમલો કરનાર શખ્સો કોણ છે તેની ઓળખ માટે પોલીસે સી.સી.ટીવી કેમેરાના ફુટેજ આધારે તપાસનો ધમધમાટ શરૂ કરેલ છે. આ અંગેની પોલીસ ફરીયાદ નોધાવવા કવાયત હાથ ધરેલ છે.