રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
આજ રોજ નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે મિકેનિકલ ડિવિઝનમાં ફરજ બજાવતા રાયસીંગભાઈ એમ તડવી તથા નંદુભાઈ મગનભાઈ તડવી નો કચેરીના સ્ટાફ દ્વારા વિદાય સંભારમ યોજવામાં આવેલ હતો જે આજે ૩૦-૬-૨૦૨૦ ના રોજ વયનિવૃત્ત થયા છે સ્ટાફના અન્ય કર્મચારીઓ દ્વારા આ બંને કર્મચારીઓનું સાલ તથા પુષ્પગુચ્છ આપી સમ્માન કરાયું હતું તેમજ તેઓના આયુષ્ય તેમજ તંદુરસ્તી માટે આશિર્વચનો પાઠવવામાં આવ્યા હતા.