રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ તાલુકાના ઢવાણા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા જીગ્નેશ ભાઈ વાઢેરે ફેસબુક પર પ્રોફાઇલમાં પોતાની ઓળખ એસ ઓ એટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરીકે બતાવે જેના અનુસંધાને શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકને અનુસૂચિત જાતિના હોવાથી ફરજ પર ઈરાદાપૂર્વક સસ્પેન્ડ કરવા મામલે સ્વયમ સૈનિક દળ દ્વારા હળવદ મામલતદાર ને આવેદનપત્ર આપીને શિક્ષક ને યોગ્ય ન્યાય મળે તેવી માંગ કરેલ હતી.
મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ઢવાણ ગામની પ્રાથમિક શાળામાં અનુ.જાતિ ના શિક્ષક જીગ્નેશભાઈ વાઢેર થોડો સમય પહેલા ફેસબુક પર પ્રોફાઇલમાં પોતાની ઓળખ એસ ઓ એટ ગવર્મેન્ટ ઓફ ગુજરાત તરીકે બતાવી તે બાબતે સરકાર વિરુદ્ધ પોસ્ટ મુકવાનો આરોપ લગાવ્યો તે મામલે શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકને ફરજ પર સસ્પેન્ડ કરતા જાતિવાદ માનસિકતા કારણે તેઓને સસ્પેન્ડ કર્યા હોવાની સ્વય સૈનિક દળ દ્વારા મામલતદાર આવેદનપત્ર આપી જીગ્નેશ ભાઈ વાઢેર ફરી નોકરી પર લેવાની માંગ કરી હતી તેમજ આવેદન પત્રમાં જણાવ્યા પણ ગાંધીનગર પોલીસ સ્ટેશનનો તારીખ ૧/૬/૨૦૨૦ નો લખેલ પત્ર નિયામક મળેલ પત્રમા સરકાર વિરોધ કોઈ પોસ્ટ લખેલ નથી તેમ છતાં પણ આપ સત્તાનો દુરુપયોગ કરી જીગ્નેશભાઈ વાઢેર ને ફરજ મોકૂફ કર્યા છે તો જવાબદાર અધિકારી સામે એટ્રોસિટી એક્ટ મુજબની કાર્યવાહી કરવી અને બે દિવસમાં યોગ્ય ન્યાય જીગ્નેશભાઈ વાઢેરને ફરી નોકરી ફરી લેવાની હળવદ સૈનિક દળ દ્વારા માંગ કરવામાં આવી હતી.