રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
કુંડલિયાળા યુવા ગ્રુપ તેમજ સાથી મિત્રો દ્વારા તન મન ધનથી હંમેશા આગળ રહેતા એવા ખમીરવંતા સરપંચ ગાંગાભાઈ હડીયાના ૩૯ મા જન્મ દિવસ નિમીતે તેમજ ભાવનગર બાંભણીયા બ્લડ બેન્કના સહયોગથી કુંડલિયાળા ગામે આવેલ પ્રાથમિક શાળામા આગામી તા.૧/૭/૨૦૨૦ ને બુધવાર સમય સવારના ૯ કલાકથી ૫ કલાક સુધી આ રક્તદાન શિબિરનુ આયોજન કરાશે.તેમજ ધારાસભ્ય અંબરીશભાઈ ડેર આ શિબીરમાં ખાસ હાજરી આપશે તેમજ દરેક રક્તદાતાઓને ત્રણ ખાનાનું ટીફીન અથવા ચાર ડબ્બાનો સેટ સન્માન રુપી ભેટ આપવામા આવશે.આ માનવ સેવાના કાર્ય માં દરેક ભાઈ બહેનોને રક્તદાન કરી.કરાવી કોઈ દદીેને જીવન દાન આપવા સહભાગી બનવા સરપંચ ગાંગાભાઈ હડીયા, અજયભાઈ શિયાળ,હિતેષભાઈ સોલંકી,હષઁદભાઈ હડીયા દ્વારા નમ્ર અપીલ કરાઈ છે.