રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલ કન્યા શાળા નં -૩ માં સરકારી કન્યા અને કુમાર ને અપાઈ રહ્યું છે શિક્ષણ જ્યારે પ્રાઇવેટ શાળા ના વિદ્યાર્થી ને પણ અપાઈ છે મફત શિક્ષણ જી.સી.ઇ.આર.ટી. , સમગ્ર શિક્ષા અભિયાન તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન અમરેલીના સયુંકત ઉપક્રમે સરકારશ્રીના ઘરે શીખીએ (હોમ લર્નિંગ) પ્રોગ્રામ અંતર્ગત રાજુલા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રેરણાથી અને બી.આર.સી. ના માર્ગદર્શન હેઠળ શાળા બંધ છે, શિક્ષણ નહીં સૂત્રને સાર્થક કરવા રાજુલા તાલુકાની સરકારી શાળાના જે તે વિષયના તજજ્ઞ શિક્ષકો દ્વારા માઈક્રોસોફ્ટ ટિમ એપના માધ્યમથી વર્ચ્યુઅલ કલાસરૂમ દ્વારા બાળકો ઘરે બેઠા શિક્ષણ મેળવી શકે એ હેતુથી રાજુલા ડેઇલી ઈ -કલાસ શરૂ કરવામાં આવેલ છે.
ટેકનીકલ સપોર્ટ માટે કન્યાશાળા 3 રાજુલા ખાતે ઈ- સ્માર્ટ કલાસ ઉભો કરવામાં આવેલ છે હાલ આ વર્ગમાં જુદી જુદી સરકારી શાળા ઉપરાંત પ્રાઇવેટ શાળાના કુલ ૬૫ થી ૭૦ જેટલા વિદ્યાર્થીઓ સાંજે ૭.૦૦ થી ૮.૩૦ વાગ્યા દરમ્યાન જોડાઈ ને શિક્ષણ મેળવી રહ્યાં છે તેમજ તજજ્ઞ શિક્ષકો બાળકોને રાજુલા ડેઇલી ઈ -કલાસ ના માધ્યમથી શિક્ષણ આપી રહ્યા છે.