જૂનાગઢ: કેશોદ આઝાદ ક્લબ દ્વારા નગરપાલિકા સફાઈ કામદારોને ભોજન કીટોનું વિતરણ કરવામાં આવ્યું.

Junagadh
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ

આઝાદ ક્લબ કેશોદ દ્વારા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની સેવા બદલ તેમની કદર કરી તેમના માટે દર વર્ષે ભોજન સમારંભ ભવ્ય આયોજન કરવામાં આવેછે પણ આ વર્ષે કોરોના મહામારીને જાહેર ભોજન સમારંભનો કાર્યક્રમ મોકુફ રાખી સફાઈ કર્મચારીઓને ઘરે જઈને ભોજન કીટોનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં આઝાદ ક્લબના ટ્રસ્ટી શ્રીહદવાણી સાહેબ, કૌશિક સાહેબ, હરીશભાઈ , દિનેશભાઈ કાનાબાર તથા આઝાદ ક્લબના પ્રમુખશ્રી હરસુખભાઈ, ઉપપ્રમુખશ્રી ડો. તન્ના સાહેબ, ઉપપ્રમુખશ્રી આર.પી.સોલંકી સાહેબ, મંત્રીશ્રી,યોગેશભાઈ સાવલિયા, ચીફ ઓફિસર શ્રીવિઠલાણી , રમેશભાઈ રતનધાયરા, નંદાણીયા સાહેબ, નીતિનભાઈ દેવાણી, પ્રો.પટેલ સાહેબ તથા સભ્યો દ્વારા સફાઈ કામદારોના ઘરે ઘરે જઈને ભોજન કીટનું વિતરણ કરી ઉમદા કાર્ય કરેલ છે આ કાર્યમાં સૌએ સહકાર આપ્યો તે બદલ આઝાદ ક્લબ દ્વારા આભાર વ્યક્ત કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *