રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર
પ્રાપ્ત માહિતી અનુસાર શાળાના જ શિક્ષક દ્વારા શિક્ષણ સચિવ વિનોદ રાવની કરવામાં આવેલી અરજીમાં શાળાના મુખ્ય શિક્ષક મનજી પટેલ દ્વારા શાળામાં ડમી શિક્ષક દ્વારા શિક્ષણ કાર્ય કરાવતા હોવાની અરજી કરવામાં આવી છે જેમાં બીજા મહત્વના ઘણા મુદ્દાઓ સામેલ કરવામાં આવ્યા છે.
અરજદાર દ્વારા કરવામાં આવેલી અરજીમાં મનજી પટેલ શાળામાં હાજર રહેતા નથી અને તેમની જગ્યાએ એક ડમી શિક્ષક શાળામાં રોકેલ છે જે તેમના વતી શિક્ષણ કાર્ય કરાવે છે જે બાબતના વિડિયો પણ પુરાવા સાથે રજૂ કરેલ છે. આ ઉપરાંત શાળામાં બાળકોને લાવવા લઈ જવા માટે જે ટ્રાન્સપોર્ટ સુવિધા અંતરગત જે વાહન બાંધેલા છે પરંતુ એક પણ દિવસ વાન આવી નથી અને બાળકો રિક્ષામાં આવે છે પરંતુ ચુકવણું વાન નું જ કરવામાં આવે છે. શાળામાં પુરત સમય હાજર ન રહેવાના કારણે બાળકોના શિક્ષણ ઉપર ખરાબ અસર પડી રહી છે.
માત્ર સરકારી ગ્રાન્ટ અને સંઘના હોદ્દાઓમાં જ રસ ધરાવતા શિક્ષક દ્વારા જે પ્રકારે મનમની કરવામાં આવે છે તેનાથી શિક્ષણ જગતમાં નકારાત્મક મેસેજ જાય છે પરંતુ આવા શિક્ષકો પ્રત્યે કૂણું વલણ દાખવતા સત્તાધીશો કેમ ચૂપ છે?
સંઘની ચૂંટણી લડવામાં મદમસ્ત થઈને નાસતા ફરતા આ શિક્ષક દ્વારા કોઈનો પણ ડર ના હોવાના કારણે પોતાની ઈચ્છા પ્રમાણે કાર્ય ન કરનાર શિક્ષક શિક્ષિકા ને ખોટી ખોટી ફરિયાદો કરીને હેરાન પરેશાન કરીને નોકરીમાંથી છૂટા કરી દેવાની ધાક ધમકી આપવામાં આવે છે.
પોતે પત્રકાર હોય મીડિયામાં તમારું ચરિત્ર ખરાબ કરી આપીશ એવી ધમકી આપીને રોફ જમાવતા આ શિક્ષક પત્રકાર કેવી રીતે બન્યા તે સવાલ છે?
સરકારી શિક્ષક થઇને પત્રકરિકતા કરતાં શિક્ષક સામે ખાતાકીય પગલાં કેમ ના લેવા? ઉપરાંત જિલ્લાના શિક્ષણમાં ગુણવત્તા યુકત શિક્ષણ કાર્ય કરાવતા નિષ્ઠાવાન શિક્ષકો એ આવા હોદ્દેદારોને ફરીથી ચૂંટણીમાં ઉભા કેમ રાખવા? એ હવે પંચમહાલ જિલ્લાના વિદ્વાન અને બાહોશ શિક્ષકોએ વિચારવાનું રહ્યું.
જૂની શાળામાં પણ શિક્ષક દ્વારા ખરડાયેલો ઇતિહાસ:
અરજી કરવામાં આવેલા શિક્ષક માત્ર ડમી શિક્ષક દ્વારા જ નહિ પરંતુ ભૂતકાળમાં પણ ઘણી બધી વાર શિક્ષિકાઓને છેડતીના બનાવોમાં હલકપત્તી કરવામાં આવી છે એટલે કે પહેલેથી જ બદ મુરાદ રાખતા આવા શિક્ષક પાસે કયા પ્રકારના સારા વર્તનની અપેક્ષા રાખી શકાય.
વિધાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં કરતાં આવા શિક્ષકો દ્વારા. સમગ્ર શિક્ષણ જગત બદનામ થઈ રહ્યું છે ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પણ આ બાબતને દબાવી દઈને શિક્ષણ જગતમાં થઈ રહેલા દૂષણને બઢતી આપવાનું કામ થઈ રહ્યું હોય તેવું લાગે છે.
શિક્ષણ અધિકારી સાથેની વાતચીત માં તેઓ એ જણાવ્યું હતું કે પંચમહાલ જિલ્લાની શાળામાં ડમી શિક્ષક દ્વારા શિક્ષણ કાર્ય કરાવતા હોવાનું પ્રકાશમાં આવતા જગરૂત નગરિક દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી હતી. પરંતુ જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા કરવામાં આવેલી વાતચીતમાં પ્રથમ જણાવે છે કે ” કમ્પ્યુટર ના શિક્ષક દ્વારા માત્ર એક દિવસ શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું હતું.” ચર્ચાના થોડી જ મિનિટો બાદ નિવેદન બદલતા કહે છે કે ” કમ્પ્યુટર રિપેર કરનાર દ્વારા શિક્ષણ કાર્ય કરવામાં આવ્યું. ” એ પણ માત્ર ભૂલથી જેનો વિડિયો લીક થયો છે. જિલ્લા શિક્ષણ અધિકારીના આવા નિવેદનથી સ્પષ્ટ થાય છે કે દાળમાં કંઇક કાળુ છે કે પછી આખી દાળ જ કાળી છે એ તો નિષ્પક્ષ તપાસ સચિવશ્રી દ્વારા કરવામાં આવશે તો બહાર આવી શકે એમ છે. પરંતુ સચિવશ્રી ને તો શિક્ષક અને જિલ્લા શિક્ષણ અધિકારી પોતાના ખીસામાં લઈને ફરે છે એવો રોફ મીડિયા સમક્ષ જ્યારે કરતાં હોય તો પછી તપાસ કોણ કરશે એવા પ્રશનોએ સમગ્ર શિક્ષણ જગતમાં કુતૂહલ સર્જ્યું છે.