રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ
એ.આર.ટી.ઓ. ઓફીસની બહારનું ગ્રાઉન્ડ, ઇણાજ ખાતે તા. ૩૧/૦૭/૨૦૨૦ સુધી ૦૪:૦૦ થી ૦૬:૦૦ કલાક ફિટનેશ કેમ્પ યોજાશે. જેમાં વાહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડો ૧ અને ૨ હોય તેમને તા. ૦૬, ૨૦ અને ૨૭ જુલાઇ નાં રોજ, વાહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડો ૩ અને ૪ હોય તેમને તા. ૩૦/૦૬/૨૦૨૦, તા. ૦૭, ૨૧ અને ૨૮ જુલાઇ ના રોજ, વાહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડો ૫ અને ૬ હોય તેમને તા. ૦૧, ૦૮, ૨૨ અને ૨૯ જુલાઇ નાં રોજ, વાહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડો ૭ અને ૮ હોય તેમને તા. ૦૨, ૦૯, ૨૩ અને ૩૦ જુલાઇ નાં રોજ અને વાહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડો ૯ અને ૦ હોય તેમને તા. ૦૩, ૧૦, ૨૪ અને ૩૧ જુલાઇ નાં રોજ કેમ્પમાં આવવાનું રહેશે.
ઉપરાંત સુગર ફેકટરી ગ્રાઉન્ડ, ગીર ગઢડા રોડ, ઉના માટે તા.૧૩ થી તા.૧૭-૦૭-૨૦૨૦ સુધી વાહનો માટે ફિટનેસ કેમ્પ યોજાશે. વાહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડો ૧ અને ૨ હોય તેમને તા.૧૩-૦૭-૨૦૨૦ રોજ, વાહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડો ૩ અને ૪ હોય તેમને તા.૧૪-૦૭-૨૦૨૦ રોજ, વાહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડો ૫ અને ૬ હોય તેમને તા. ૧૫-૦૭-૨૦૨૦ રોજ, વાહનોના નંબર પ્લેટનો છેલ્લો આંકડો ૭ અને ૮ હોય તેમને તા.૧૬-૦૭-૨૦૨૦ રોજ અને વાહનોના નંબર પ્લેટના છેલ્લા આંકડો ૯ અને ૦ હોય તેમને તા. ૧૭-૦૭-૨૦૨૦ રોજ કેમ્પમાં આવવાનું રહેશે. તેમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રી ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.