રિપોર્ટર: વિક્રમ સાંખટ
કોરોના મહામારીના સમયમાં પ્રજા આર્થિક મુશ્કેલીમાં છે એવા સમયે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલ, રાંધણ ગેસ અને જીવનજરૂરી ચીજવસ્તુઓમાં કરેલ અસહ્ય ભાવવધારા સામે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ અનુસાર સુરત શહેર જીલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ તા.૨૯-૬-‘૨૦ ના રોજ સવારે ૧૦:૩૦-કલાકે એમ.ટી.બી કોલેજ પાસે થી કલેક્ટર કચેરી સુધી રેલી સ્વરૂપે વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. ત્યારબાદ સુરત કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવેલ. જેમાં કોંગ્રેસના ૪૦- જેટલા આગેવાન-કાર્યકર ભાઈ-બહેનોની પોલીસ દ્વારા ધડપકડ કરવામાં આવેલ હતી.