રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વચ્છતા અભિયાન ને વેગવંતુ બનાવવા અથાક પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે સ્વચ્છતા પ્રત્યે ઉદાસીન વલણ અપનાવી રહી હોય તેમ લાગી રહ્યું છે..?
રાજપીપળા નગરપાલિકા એક પછી એક વિવાદો માં સપડાયેલી રહે છે હાલ કોરોના મહામારી ચાલી રહેલ છે ત્યારે કોરોના સામેની લડાઈ માં સ્વચ્છતા પણ એક મહત્વનું પાસું છે ત્યારે રાજપીપળા શહેર માં સ્વચ્છતા બાબતે પાલિકા નું ઉદાસીન વલણ જણાય રહ્યું હોય તેમ સ્પષ્ટ જણાય આવે છે.
વડફડીયા અને અનેક વિસ્તાર માં ગંદકીનું સામ્રાજ્ય વધી રહ્યું છે સાથે સાથે લોકો ના સ્વાસ્થ્ય સામે ગંભીર સવાલો પણ ઉભા થઈ રહ્યા છે . ઘણા દિવસો થી કેટલાક વિસ્તારોમાં સાફ સફાઈ નો અભાવ છે ઉપરાંત ગટરો ખડબદતી હોવાંના કારણે ભારે દુર્ગંધ સાથે મચ્છરો અને મસીઓ ના ત્રાસ થી સ્થાનિક રહીશો હેરાન થઈ ગયા છે આ બાબતે રહીશો જણાવે છે કે ગટરો ની સાફ સફાઈ નિયમિત થતી નથી ઉપરાંત રોજ સાફસફાઈ કરવા આવે તે ગટરો સાફ કરતા નથી તેમને કહેવામાં આવે તો ગટર સાફ કરવા અન્ય બીજા આવશે તેમ જણાવે છે અમુક વિસ્તરો માં તો નિયમિત કચરો પણ ઉઘરાવતો ન હોવાથી લોકોના ઘરના ડસ્ટબીન છલકાઈ જતા અમુક લોકો ન છૂટકે આ કચરો ગટર કે રોડ પર ઠાલવતા હોવાથી રોગચાળો ફાટે તેવી દહેશત ઉભી થઈ છે.ગ્રામજનો ના સ્વાસ્થ્ય બાબતે પાલીકા તંત્ર ને જાણે નવા કામો માજ રસ હોય એમ પાણી,સાફ સફાઈ,કચરા સહિતની પાયાની સુવિધા માં કોઈજ રસ દાખવતું નથી તેવી બુમ ઉઠવા પામી હોય કડક છાપ ઉભી કરી શરૂઆત થીજ કર્મચારીઓ ને છુટા કરવા ઉતાવળા બનેલા પાલીકા ના મુખ્ય અધિકારી જયેશ પટેલ શહેરીજનો ને અગાઉ નિયમિત મળતી આ સુવિધાઓ ફરી નિયમિત મળે એ દિશા માં પગલાં લે તેવી માંગ ઉઠી છે.
