પાદરા સ્ટેશન પાસે આવેલ બજરંગ નગર પાછળ આવેલા બિપીનભાઈ પટેલનાં ખેતરમાં ખુલ્લામાં જુગાર રમાઈ રહ્યો હોવાની ચોક્કસ બાતમીને આધાર પોલીસે છાપો મારી ૮ જુગારીઓને દબોચી લીધા હતા. જેમાં દાવ ઉપરના ૩૮૬૦ રોકડા જપ્ત કરાયા હતા. પકડાયેલા જુગારીઓમાં બિપીન પટેલ-અંકોડિયા ગામ, અર્પણ બારોટ-ગોત્રી, રાકેશ રાજપૂત-ગોત્રી, મેહુલ પટેલ ગોત્રી , ભરત મિસ્ત્રી-ગોત્રી , દીક્ષિત પટેલ-પાદરા, સચીન વાઘેલા- ગોત્રી , દિનેશ પટેલ-ગોત્રી ગામનો સમાવેશ થાય છે. તેમની પાસેથી 6 મોબાઈલ કિંમત ૨૫૫૦૦,અંગ ઝડતી ૮૫૩૦,દાવ ઉપરથી ૩૮૬૦ મળી કુલ ૩૭૮૯૦ નો મુદ્દામાલ ઝડપી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.