રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
કરનાળી મંદિરમાં બાળ લગ્ન થતા હોવાની જાણ થતાંજ અભયમ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી લગ્ન અટકાવ્યા
નર્મદા જિલ્લા ના તિલકવાડા ગામની એક સગીરા ના બાળલગ્ન થતા હોવાની જાણ નર્મદા અભયમ ટીમ ને થતાંજ હેલ્પલાઇન ટિમ સ્થળ ઉપર પહોંચી લગ્ન અટકાવી બાળલગ્ન પ્રતિબંધક અધિકારી નર્મદા ને આગળ ની કાર્યવાહી માટે આ કેસ સોંપવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર ગતરોજ એક ત્રાહિત વ્યક્તિ એ ૧૮૧ મહિલા હેલ્પલાઇન મા ફોન કરી જાણ કરી હતી કે તિલકવાડા ગામ ની એક બાળકી કે જેની ઉંમર ઓછી છે જેના લગ્ન થઈ રહ્યા છે જેથી રાજપીપળા સ્થિત અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક કરનાળી મંદિરે પહોચી બાળ લગ્ન થતા અટકાવવામાં સફળ રહી હતી.ત્યારબાદ અભ્યામ ટીમે કરતા યુવતી ની ઉંમર ઓછી હોવાથી કાયદાકીય રીતે લગ્ન કરી શકાય તેમ ના હોવાથી લગ્ન મોકૂફ રખાવી જરૂરી માહિતી આપી હતી કે પુખ્ત વય થતા તમે લગ્ન કરી શકો છો પરંતુ હાલ કન્યા ની ઉંમર નાની હોવાથી આ લગ્ન ગેરકાયદેસર હોય જેથી લગ્ન અટકાવી આગળ ની વધુ કાર્યવાહી માટે બાળલગ્ન પ્રતિબંધક અધિકારી નર્મદાને આ કેસ રીફર કરવામાં આવ્યો હતો.