અમદાવાદ નવરંગપુરા સ્ટેડિયમ સંઘના ઉપક્રમે જૈન મુનિશ્રીઓ ચાતુર્માસ પ્રવેશ યોજાયો.

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

ગુજરાત ની ધન્યધરા પર આવેલ અમદાવાદ નગરે નવરંગપુરા સ્ટેડિય જૈન સંઘ ખાતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની છત્રની છાયામાં શ્રી નિત્ય-ચંદ્ર-દર્શન જૈન આરાધના ભવન સ્ટેડિયમ ના ઉપક્રમે જંગમરત્ન તીર્થ પ્રેરક પૂ. રત્નશેખરસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા અને પૂજય મુનિરાજ શૌર્યશેખર વિજયજી મ.સા આદિ ઠાણા-2 તથા ગચ્છાધીપતી પૂ. પ્રદ્યુમનવિમલસૂરીશ્વરજી મ.સા ના સમુદાયના પૂ.સા.ભવ્યકલાશ્રીજી મ.સા ના શિષ્યારત્ના પૂ.સા પ્રસમરત્નાશ્રીજી મ.સા અને પૂ.સા હર્ષપૂર્ણા શ્રીજી મ.સા આદિત્યાણા-2 નું ચાતુર્માસ પ્રવેશ સાદગીપૂર્ણ રીતે થયેલ.આ પ્રસંગે પૂજય મુનિરાજ નયશેખર વિજયજી મ.સા એ જણાવેલ કે જૈન ધર્મમાં ચાતુર્માસનું ભારે મહત્વ અંકાયું છે. ચોમાસાના ચાર મહિનાનો સમય એવો છે કે જૈન સાધુ-સાધ્વીઓ એક જ સ્થળે ચાર મહિના સુધી સ્થિરતા કરે છે.ત્યાં રહેતા લોકોને આ ચાર મહિનામાં ધર્મમાર્ગે પ્રવૃત્ત કરવાનું યુગકાર્ય તેઓ બજાવે છે.આ પ્રસંગે સ્ટેડિયમ સંઘના ટ્રસ્ટી શ્રી શૈલેષભાઈ શાહએ ચાર મહિના દરમ્યાન સરકારના નિયમોનુસાર તપ,જપ અને ભક્તિ શ્રાવકગણ દ્વારા કરવામાં આવશે જેની વિગત આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *