અમદાવાદ ગ્રામ્ય પોલીસ કોન્સ્ટેબલની એ.સી.બી દ્વારા અપ્રમાણસર મિલકતના કેસમાં ધરપકડ.

Ahmedabad Latest
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

અમદાવાદ ગ્રામ્ય પોલીસ કોન્સ્ટેબલની અપ્રમાણસર મિલકત મળી આવી કોન્સ્ટેબલ જગદીશ ચાવડા ૮૪ લાખની રકમ એટલે કે ૧૨૯ ટકા અપ્રમાણસર મિલકત મળી આવી.

અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી ના કોન્સ્ટેબલ સામે અપ્રમાણસર મિલકત મામલે ગુનો નોંધાયો બેનામી સંપત્તિ બહાર આવતા પોલીસ કોન્સ્ટેબલ સામે કડક પગલા લેવાશે આ કિસ્સામાં એલસીબી દ્વારા તપાસ દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પાસેથી અપ્રમાણસર મિલકત માં બેનામી મિલકતો બહાર આવી રહી છે જેમાં વાહન મકાન બેંકમાં એફડી સહિત બેનામી મિલકતો વસાવ માં આવી હોવાનું પણ એસીબીની તપાસ દરમિયાન બહાર આવતા કડક પગલાં લેવામાં આવે તેમ જણાઈ રહ્યું છે આક્ષેપિત જગદીશ ચંદ્ર કાળીદાસ ચાવડા પોલીસ કોન્સ્ટેબલ તરીકે અમદાવાદ ગ્રામ્ય જિલ્લા માં એલસીબી શાખામાં ફરજ બજાવતા હોય વિરમગામ ડિવિઝનમાં માંડલ ના રહેવાસી કૌશિકભાઇ મૂળજીભાઈ ઠાકોર વરલી મટકાનો જુગાર ચલાવતા હતા તે પાંચેક મહિનાથી બંધ કરી દીધેલ તેમ છતાં આક્ષેપિત તથા મળતિયા દશરથભાઈ રેવાભાઇ ઠાકોર એમ બંને જણા કૌશિકભાઇ મૂળજીભાઈ ઠાકોર ના ઘરે ગયેલા કૌશિક ભાઈ હાજર ન હોય તેઓના મોબાઇલ ફોન પર આક્ષેપિત જગદીશભાઈ એ પોતે પૈસા લેવા આવેલ હોવાનું જણાવી રૂપિયા પચાસ હજાર આપવા જણાવતાં કૌશિકભાઇ એ વચ્ચેનો રસ્તો રાખી ૪૦ રાખવા કહેલ જેથી આક્ષેપિત જગદીશભાઈ એ તારીખ ૮-૬-૨૦ ના રોજ બપોર પછી પોતે વિરમગામ આવવાના હોય રૂપિયા ૪૦ હજાર પોતે ફોન કરી ને આપી જજે કોઈ કારણસર પોતે ન આવે તો પોતાના ઓળખીતા દશરથભાઈ ઠાકોરને પોતાની સાથે મોબાઈલ ફોનમાં વાતચીત કરાવી પૈસા આપી દેવાનો વાયદો કરેલ જેથી ફરિયાદ કૌશિકભાઇ એ અમદાવાદ ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશનમાં આક્ષેપિત જગદીશભાઈ ચાવડા વિરુદ્ધ આપેલ ફરિયાદ આધારે સરકારી પંચ સાહેદોની હાજરીમાં લાચ ની લેતી દેતી સંબંધે વાતચીત કરી તેઓના મળતિયા દશરથ ભાઈ રેવાભાઇ ઠાકોર ના ઓને રૂપિયા ૪૦ હજાર આપી દેવાનું કહેતા ફરિયાદીએ દશરથભાઈ ને રૂપિયા ૪૦ હજાર આપતા દશરથભાઈ ઠાકોરે સ્વીકારી પકડાઈ જઈ બન્ને જણાએ એકબીજાના મેળાપી પણા થી લાચ ની માગણી કરી સ્વીકારી ગુનો કરેલ છે જે અંગે આક્ષેપિત જગદીશભાઈ કાલિદાસ ચાવડા પોલીસ કોન્સ્ટેબલ એલસીબી શાખા અમદાવાદ ગ્રામ્યના ઓ તથા દશરથ ભાઈ રેવાભાઈ ઠાકોર ના ઓ વિરુદ્ધમાં ગઈ તા ૮-૬-૨૦ ના રોજ અમદાવાદ ગ્રામ્ય એસીબી પોલીસ સ્ટેશન ગુનો દાખલ કરવામાં આવેલ ગુનાના કામે આરોપી જગદીશભાઈ ચાવડા ને તા ૧૪-૬-૨૦ ના રોજ અટક કરવામાં આવેલ અને નામદાર સેશન કોર્ટ વિરમગામ ના તા ૧૭-૬-૨૦ ના હુકમ મુજબ હાલ આરોપી સેન્ટ્રલ જેલના હવાલે છે.

અંકે ચોર્યાસી લાખ સઠસઠ હજાર છસ્સો ચોવીસ રૂપિયા પુરાની મિલકતો વસાવેલા નું જણાયેલ છે સદર તપાસ દરમિયાન આક્ષેપિત ના ઓ દ્વારા તેમની પત્ની તથા પુત્રોના નામે બેંક ખાતામાં અંદાજિત ૨૨ લાખ પુરાની બેંક એફ.ડી તેમજ બેંક ખાતામાં 15 લાખ પુરા બાજીગર સોસાયટી વસ્ત્રાપુર રેલવે ક્રોસિંગ વેજલપુર અમદાવાદમાં ટેનામેન્ટ કેસર સીટી મોરૈયા સીમ સુયોગ સેક્ટરમાં ફ્લેટ જેની અંદાજિત કિંમત રૂપિયા ૮ લાખ તપાસ દરમિયાન આક્ષેપિત ના પત્નીના નામે વૈભવી મોટર્સ કાર જેવીકે જીપ કંપાસ અને વર્ના કાર જેની કિંમત રૂપિયા ૩૨ લાખ જેટલી જાણવા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *