રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદની સોની વાડી વિસ્તારમાં રહેતા વૃધ્ધ દંપતીને કોરોના પોઝિટિવ આવતા અમદાવાદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા ત્યારે વૃધધ દંપતિ કોરોના મુક્ત થઈ જતા હોસ્પિટલમાંથી રજા આપતા પરિવારજનોમાં અને સગા સંબંધીઓમાં આનંદની લાગણી ફેલાઈ હતી.
હળવદના દંતેશ્વર દરવાજા અંદર રહેતા સરકારી હોસ્પિટલ નિવૃત્ત એમ્બ્યુલન્સ ડ્રાઇવર કોરોના બિમારી માંથી સાજા થોડા દિવસો પહેલા રજા આપી હતી ત્યારે હળવદતાલુકા મા સારા સમાચાર હળવદના સોનીવાડ વિસ્તારમાં વૃઘ્ધ લલિતભાઈ સોની અને તેમના પત્ની નીતાબેન સોની ને થોડા દિવસ પહેલા કોરોના પોઝિટિવ ની બિમારી મા સપડાવવા અમદાવાદ હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા પરંતુ તેવો બંનેને કોરોના મુક્તથઈ જતા અને સાજા થઈ જતા હોસ્પિટલમાંથ લલીતભાઈ સોની અને તેમના ધર્મપત્ની નિતાબેન સોની અમદાવાદ નારાયણપુરા ખાતે તેમના પુત્ર ઘેર આવી ગયા હતા આમ વૃધ્ધ દંપતિ કોરોના મુક્ત થઈ જતા પરિવારજનો સગા સંબંધીઓસહિતના આનંદલાગણી ફેલાઈ હતી.
આ અંગે લલીતભાઈ સોની ને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે અમોને આરોગ્ય નો સ્ટાફ પેરામેડિકલ સ્ટાફ ખૂબ જ સારા એવો સહકાર આપી અમારી ખડેપગે રહી ને અમો ને સારી એવી સ્ટેટમેન્ટ આપી હતી તેમ જણાવ્યું હતું હાલ હળવદ તાલુકાનાં ચરાડવા ગામે એક વુધ્ધ ને કોરોના પોઝિટિવ આવતા રાજકોટ સારવાર લઈ રહ્યો છે ત્યારે હળવદ તાલુકામાં કુલ ત્રણ જેટલા કોરોના ના દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઇ ગયા હતા આમ હળવદ તાલુકા માટે આનંદના સમાચાર છે ત્રણ દર્દીઓ કોરો પોઝિટિવઆવેલા ત્રણ દર્દીઓ કોરોના મુક્ત થઈ ગયા અને સાજા થઈ જતા પોતાના ઘરે પરિવાર સાથે આવી પહોંચ્યા હતા.