રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી
મળતી વિગત મુજબ ફરીયાદીની સગીર વયની દિકરીને લગ્ન કરવાના બદઇરાદે લલચાવી ફોસલાવી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી કોઇ અજાણ્યો ઇસમ અપહરણ કરી ભગાડી લઇ ગયેલ હોય વિ.મતલબે ફરીયાદ કરેલ હોય અને આજદિન સુધીની તપાસ દરમ્યાન આરોપીનું નામ ખુલવા પામેલ ન હોય જે અંગે ભોગબનનારનું અપહરણ કરનાર આરોપીની હકિકત મેળવી અનડીટેકટ ગુન્હો હોય જે ભોગબનનાર સાથે આરોપીને પકડી પાડી પેરોલ ફર્લો સ્ક્વોર્ડ અમરેલી દ્વારા ગુન્હો ડીટેકટ કરેલ છે.આરોપી સંજય ઉર્ફે વાલજી બટુકભાઇ બારૈયા ઉ.વ.૨૦ વાળાને ભોગબનનાર રાધાબેન ઉર્ફે રાધી સાથે પકડી પાડી આગળની ઘટતી કાર્યવાહી કરવા ખાંભા પોલીસ સ્ટેશનને સોંપી છે.