જયવીરસિંહ સોલંકી
કાલોલ તાલુકાના કંડાચગામનો યુવાન બે દિવસથી દુબઈથી આવી કંડાચ સ્થાઈ થયો હોવાની જાણ કાલોલ તાલુકાના સ્થાનિક તંત્રને થઈ હતી. જેના પગલે કાલોલ સ્થાાનિક તંત્ર દ્વારા બે વાર કંડાચગામની મુલાકાત લેવામાં હતી. પરંતુ દુબઈથી આવેલ યુવાન લોક સંપર્કમાં રહેતો હોવાનો રીપોર્ટ ગ્રામપંચાયતના તલાટી દ્વારા કરવામાં આવ્યો હતો જેથી પંચમહાલ જિલ્લા પ્રાંત અધિકારી વિશાલ સક્સેના કંડાચગામે પોતાના કાફલા સાથે દુબઈથી આવેલ યુવાનના ઘરે પહોંચી સાવચેતીના ભાગરૂપે સુચનો આપ્યા હતા.
પંરતુ કોરોના વાયરસન અંગે સાવચેતી રાખવા સરકાર વારંવાર સુચનો આપવા છતાં શનિવારના રોજ કંડાચગામના યુવાનની મુલાકાત લેવા ગયેલા પંચમહાલ જિલ્લાના પ્રાંત અધિકારીના કાફલામાં આવેલ કાલોલ તાલુકા વિકાસ અધિકારી તેમજ કાલોલના આરોગ્ય હેલ્થ વિભાગના ઓફિસર કોઈ પ્રકાર ની સાવચેતી રાખ્યા વગર તેમજ માસ્ક પહેર્યા વગર આવતા પ્રાંત અધિકારીએ ઠપકો આપતા તાલુકા વિકાસ અધિકારીએ પોતાની ઓઢણી ne માસ્ક બનાવ્યું હતું તેમજ હેલ્થ વિભાગના અધિકારીએ પોતાના હાથ રૂપાલ ને માસ્ક બનાવ્યું હતું . અધિકારીઓ જ આવી બેદરકારી રાખશે તો પ્રજા માં કોરોના વાઇરસ ની જાગૃતિ કેમ ની આપશે એ જોવાનું રહ્યું