રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં મેમણ સ્ટીલ તેમજ ખાતરની દુકાન તેમજ ફ્રુટના વેપારીની દુકાન મળી કુલ ૩ શટરના મોડી રાત્રે ચોરો એ શટર તોડ્યા હતા ચોરોએ શટર તોડી રોકડ સહિત સી.સી.ટી.વી કેમેરા ડિકોટર તોડી લઈ ગયા હતાં ત્યારે સવારે ચોકીદાર ને જાણ થતાં ચોકીદારે દુકાનદારોને જાણ કરતા દુકાનદારો સ્થળ પર દોડી આવ્યા હતા. એક અઠવાડિયા માજ નસવાડી ટાઉન માં શટર તૂટવાનો બીજો બનાવ બન્યો છે ત્યારે રાત્રિદરમ્યાન પોલીસ પેટ્રોલિંગ માં સવાલો ઉભા થયા છે ત્યારે નસવાડી નગર ની સલામતી હવે કોના હાથ મા ત્યારે રાત્રી માં ચોરીયો થવાથી નસવાડી ના ગ્રામજનો મા દહેશત ઉભી થઇ છે ત્યારે નસવાડી પોલીસ નાઈટ પેટ્રોલિંગ વધારે કડક બનાવી ને ચોરો ને પકડે તેવી ગ્રામજનો ની માંગ છે.