રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ
વિરમગામમાં ડો બાબાસાહેબ આંબેડકર બ્રિજ પાસે અનુસૂચિત જાતિ ના સ્મશાનમાં ગટરનું દુષિત પાણી ભરાઈ જવાથી મૃતકોની અસ્થીઓનું જાહેરમાં અપમાન થવા અંગેની ફરિયાદમાં કાર્યવાહી કરી આ રજુઆત જાહેર હિતના માનવ અધિકારોમાં ભંગના રક્ષણ માટે હોઈ ઝડપી કાર્યવાહી કરવા માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ચીફ ઓફિસર, પ્રમુખ વિરમગામ નગરપાલિકા ને પત્ર લખી રજુઆત કરવામાં આવી હતી.દલિત અધિકાર મંચ ગુજરાત સંયોજક કિરીટ રાઠોડ દ્વારા રજૂઆત કરવામાં આવી.