નર્મદા: સ્વ.ચંદુભાઈ દેશમુખ ની ૨૨ મી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.

Narmada
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા

પૂર્વ સાંસદ(ભરૂચ)અને વનમંત્રી સ્વ.ચંદુભાઈ દેશમુખ ની પુત્રી ડો.દર્શનાબેન દેશમુખ દ્વારા દર વર્ષની જેમ આજે પણ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કરાયું.

રાજપીપળા ના જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડો.દર્શનાબેન દેશમુખે તેમના પિતા,પૂર્વ સાંસદ (ભરૂચ) અને વનમંત્રી સ્વ.ચંદુભાઈ દેશમુખ ની ૨૨મી પુણ્યતિથિ નિમિત્તે દર વર્ષની જેમ આજે પણ બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન કર્યું હતું.

આ તબક્કે ડો.દર્શનાબેને જણાવ્યું હતું કે આપણો નર્મદા જિલ્લો ખુબજ અંતરિયાળ વિસ્તાર ધરાવતો જિલ્લો હોય જેમાં વારંવાર લોકોને બ્લડ ની જરૂર પડતી હોવાથી તદુપરાંત હાલ કોરોના જેવી મહામારી પણ વધતા આ તબક્કે લોહી જરૂરી પણ છે તે માટે દર વર્ષ ની માફક આ વર્ષે પણ મારા પિતાશ્રી ચંદુભાઈ દેશમુખ ની ૨૨ મી પુણ્યતિથિ આજે હોવાથી અમારા પરિવાર અને મિત્રો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો.જેમાં અમે સૌએ રક્તદાન કરી એક લોકઉપયોગી સંદેશો લોકો સુધી પહોંચાડવા પ્રયાસ કર્યો છે.અમે દર વર્ષે આ કેમ્પ આ તિથિ એ રાખીએજ છીએ માટે બીમાર દર્દીઓ ને જ્યારે પણ લોહી ની જરૂર પડે ત્યારે તત્કાલ તેમને લોહી મળે તો કોઈક ની જિંદગી બચી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *