છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકામાં છ તેમજ સંખેડા તાલુકામાં એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે તમામ કોરોના પોઝિટિવ દર્દી બોડેલી ની કોવિડ હોસ્પિટલમાં દાખલ કર્યા છે.
છોટાઉદેપુરના કોરોના પોઝિટિવ દર્દીને તાવ આવતા તેઓને પ્રાથમિક સારવાર અર્થે બોડેલીના ઢોકલીયા વિસ્તારમાં આવેલ ખાનગી શ્રીજી હોસ્પીટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં તેઓની તબિયત વધુ લથડતા ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા શહેર ની ગુજરાત કિડની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને કોરોના લક્ષણો જણાતા તેઓનો કોરોના સેમ્પલ લેબોટરીમાં મોકલવામાં આવ્યા હતા અને તેઓનો કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યો હતો ત્યાર બાદ સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું હતું. બોડેલી ના ઢોકલીયા વિસ્તાર માં આવેલ ખાનગી શ્રીજી હોસ્પિટલના સ્ટાફના વોર્ડબોય, લેબ ટેકનીશીયન, એમ્બ્યુલન્સ નો ડ્રાઇવર અને ૨ નર્સ તેમના સંપર્ક માં આવતા તેમના સેમ્પલ લેબોટરી ખાતે મોકલવામાં આવ્યા હતા જેમાં પાંચ કર્મચારીઓ ના કોરોના પોઝિટિવ રિપોર્ટ સામે આવ્યા છે તેમજ બોડેલી તાલુકાના જેસિંગપુર ની એક મહિલા તેમજ સંખેડા તાલુકામાં એક કેસ સામે આવ્યો છે. બોડેલી તાલુકામાં છ કેસ સામે આવ્યા છે તેમજ સંખેડા તાલુકામાં એક કેસ સામે આવ્યો છે આમ જિલ્લામાં સાત કેસ નોંધાયા છે સાત કોરોના પોઝિટિવ દર્દી બોડેલી ની કોવિડ ૧૯ હોસ્પિટલમાં દાખલ કર્યા છે એક સાથે કોરોના પોઝિટિવ કેસો સામે આવતા વહીવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જવા પામી છે. છોટાઉદેપુર જિલ્લામાં સાત કેસ નોંધાતા કોરોના દર્દીઓનો આંક ૫૪ પોહચ્યો હતો તેમજ અત્યાર સુધી કોરોનાથી ત્રણના મોત થયા છે.