રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર
છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ખેડૂતોને ખાતર ની હાલ તાતી જરૂરિયાત હોઈ ત્યારે ખાતર મળતું નથી ખેડૂતો આમતેમ ભટકી રહ્યા છે પરંતુ ખાતર કાદબાઝર માં અંદર ખાનગી ઊંચાભાવ થી મળતું હોય ખેડૂતો એ પ્રશ્ન કર્યો હતો ત્યારે નસવાડીમાં આવેલ ખાતર વિક્રેતાઓ ને ત્યાં અચાનક શનિવારની રજા હોવા છતાંય નસવાડી મામલતદાર દ્વારા અલગ અલગ ટિમો બનાવી ૫ દુકાનો પર તપાસ હાથ ધરાઈ હતી જેમાં ખેડૂતોને ખાતર મળે છે કે નહીં કેટલો સ્ટોક છે ખેડૂતો ને ક્યારે ખાતર અપાયું હતું વગેરે બાબતે સ્થળ પર રહી સ્ટોકપત્રક સાથે અન્ય મોંઘુ ખાતર જે પાયામાં ઉપયોગ થતું હોય તે અપાય છે જેને લઈ ખાતર વિક્રેતા ઓ સાથે ચર્ચા કરી છોટાઉદેપુર જિલ્લા ખેતીવાડી ક્વોલિટી કન્ટ્રોલ સાથે ચર્ચા કરી હતી નર્મદા યુરિયા ખાતરની ખાસ ખેડૂતોને જરૂર હોય ત્યારે નસવાડીમાં આવેલ ગુજકોમાસોલ ડેપોમાં ખાતર મળ્યું ના હોઈ ખાતર મળે તે માટે છોટાઉદેપુર ખેતીવાડી અધિકારી સાથે નસવાડી મામલતદાર દ્વારા વાત કરી ખાતર મંગાવવા બાબતે ચર્ચા કરી હતી.ખેડૂતો ને ખાતર મળતું નથી જ્યારે કોઈ કાદબાઝર કરતા વેપારીઓને ત્યાં ખાતર ઊંચાભાવ થી મડી જતું હોય છે ત્યારે ખાતર ટ્રકો ભરાઈને કઈ રીતે કંપની માંથી આવે છે તે બાબતે તપાસ થાય તેવી જાગૃત ખેડૂતોએ માંગ કરી છે સાથે તંત્ર દરરોજ જો ચેકીંગ કરે તો ખેડૂતો ને ખાતર વ્યવસ્થિત મળે તેમ છે તેમ ખેડૂતો એ જણાવ્યું હતું જ્યારે કંપની એ નિયમો કર્યા છે જેને લઈ યુરિયા ખાતર સાથે અન્ય ખાતર આપવું પડે છે ત્રાયબલ વિસ્તાર ના ખેડૂતો ને પોસાતું નથી અને કકળાટ થાય છે ની રજુઆત થઈ હતી.