રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ
હળવદ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજીત આગામી સમયમાં અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ મંદિરના ભુમિ પૂજન માટે હળવદ ના છોટા કાશી તરીકે ઓળખાતું હળવદ ના હળવદ શરણેશ્વર મહાદેવ મંદિર વાવ નું પવિત્ર જળ અભિષેક કરી હળવદ ની માટી નુ પૂંજન કરી ને અને ચરાડવા ગામે આવેલ રાજબાઈ નુ મંદિર જઈ જવાયુ હતું
હળવદ તાલુકાના કેદાશ્વર ધરાના જળ અને સુંદરી ભવાની મંદિર ની માટી સહિતના મદિરો ના જળ અભિષેક કરી અને માટી નુ પૂજન વિધિ કરી ને આગામી દિવસોમાં રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે મોકલવામાં આવશે આ પ્રસંગે શરણેશ્વર મહાદેવ મંદિરના પ્રમુખ નવલભાઈ શુકલ ઉપ પ્રમુખ ઘનશ્યામભાઈ યાજ્ઞિક સહિતના ઉપસ્થિત રહ્યા હતા તેમજ કાર્યક્રમને સફળ બનાવવા વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા સંયોજક ભાવેશ ભાઈ ઠક્કર. લલિતભાઈ ઠક્કર .પરેશભાઈ રાવલ રશ્મિભાઈ પટેલ .સહિતના બજરંગ દળ વિશ્વ હિન્દુ પરિષદના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી હતી.