રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના
ભારતમાં લોકડાઉનની છૂટછાટ બાદ કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં મે જૂન મહિના વેકેશન ના અતિ મહત્વ ના હોય અને આ મહિના દરમિયાન વેકેશનમાં પ્રવાસીઓ મોટા પ્રમાણમાં દીવ ની મુલાકાત લેતા હોય છે.સહેલાણીઓ ઉપર દીવની તમામ હોટેલો અને તેનો સ્ટાફ અને હોટલ માલિકો નિર્ભર હોય છે. હાલ થોડી છૂટછાટ મળી હોવા છતાં કોરોના ના લીધે હોટલો ચાલુ થઈ નથી તેમજ અન્ય છૂટછાટો ના મળી હોવાના લીધે કોઈ પ્રવાસી દીવની મુલાકાત આવતા નથી. જેથી પ્રવાસી ઉપર નિર્ભર રહેનારી પ્રજાને ભારે હાલાકીનો નો સામનો કરવો પડી રહ્યો છે.