રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના મોટા બારમણના સરપંચ દેવશીભાઈ વાઢેર મહુવાથી પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે કાતર રોડ પર આવેલ ખાખબાઈના પાટીયા પાસે થયો હુમલો કરનારા સિલ્વર કલરની ફોર વ્હીલમા હતાં અજાણ્યા શખ્સો આવેલ લોખંડની પાઈપ વડે ચાલુ ગાડીએ હુમલો કરી શખ્સો થયા ફરાર.
સરપંચને માથામાં હુમલો થતાં ગંભીર ઈજા થતાં પ્રથમ રાજુલા અને વધુ સારવાર અર્થે મહુવા રીફર કરવામાં આવ્યા. અગાઉ પણ શ્રી દેવશીભાઈ વાઢેર પર અનેક હુમલાના પ્રયાસો થયા હોય અને ભવિષ્યમાં પણ દહેશત હોય જેની લેખિતમા રજૂઆત અમરેલી એસ.પી., ડી.વાય.એસ.પી,.સાવરકુંડલા. પી.એસ.આઈ.ખાંભાને કરેલ હોય તેવુ અલ્પેશભાઈ વાઢેર દ્રારા જણાવવામાં આવ્યું હતું.