રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા
આજે વાવેરા ગ્રામ પંચાયત દ્વારા સફાઈ અભિયાન તેમજ સૅનેટાઇઝર નો છટકાવ કરવામાં આવ્યો હતો.વાવેરા ગામ માં પ્લોટ વિસ્તારમાં બઘી દુકાનો પણ બંધ કરવામાં આવી હતી અને આરોગ્ય વિભાગ ની અલગ અલગ ટીમો દ્વારા તપાસ શરૂ કરી હતી અને બાઘાભાઈ દુલાભાઈ કાછડ ના સપક મા આવ્યા હતા તે લોકો ને હોમ કોરેન્ટાઈન કરવામાં આવ્યા હતા.વાવેરા ગ્રામ પંચાયત દ્વારા વાવેરા ગામના દરેક વ્યક્તિ ને ખોટી રીતે બહાર નો નિકળવા નો આદેશ કર્યો હતો કામ શીવય બહાર નિકળવુ નહી તેમજ બહાર થી આવતા લોકો ને ફરજીયાત હોમ કોરન્ટાઇન કરવામાં આવશે.સરપંચ બીસુભાઈ ધાખડા અને ભાજપ મહામંત્રી કનુભાઈ ધાખડા દ્વારા સતત ખડેપગે વાવેરા ગામમાં સેવા આપી રહ્યા છે.