રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ
કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા સુધરાઈ સત્તાધિશો સમક્ષ રજુઆત કરી
કેશોદ શહેરમાં કોરોના વાયરસ ફેલાતો અટકાવવા સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ લોકડાઉન માં ધંધા રોજગાર સતત ત્રણેક મહિના બંધ રહેતા ગરીબ અને મધ્યમવર્ગના લોકો આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે ત્યારે કેશોદ નગરપાલિકા દ્વારા કેશોદના મિલ્કતધારકો ને મિલ્કત વેરો ભરવામાં રાહત કરી આપવામાં આવે તેવી માંગણી કેશોદ હિતરક્ષક સમિતિ ના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવી છે. કેશોદ નગરપાલિકા વિસ્તારમાં જુદા-જુદા વિસ્તારોમાં અંદાજે ચાલીસ હજાર જેટલી મિલ્કતો આવેલી છે અને કેશોદ નગરપાલિકા દ્વારા સમગ્ર સોરઠમાં સૌથી વધારે વેરા વસુલવામાં આવે છે ત્યારે આ વર્ષે કોરોના ની મહામારી માં શહેરીજનો મુશ્કેલી માં હોય એ સ્વાભાવિક છે. ગુજરાત સરકાર દ્વારા વિવિધ યોજનાઓ હેઠળ નાગરિકો ને રાહત આપવામાં આવી છે ત્યારે કેશોદ નગરપાલિકા સત્તાધિશો દ્વારા પણ હકારાત્મક અભિગમ અપનાવીને મિલ્કત વેરામાં ઘટાડો કરી આપવામાં આવે તો શહેરીજનો ને આવનારાં દિવસોમાં આવતાં તહેવારો માં આંશિક ફાયદો થાય. કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા આગાઉ પણ નગરપાલિકા દ્વારા વેરા વધારવાની વહીવટી કામગીરી શરૂ કરવામાં આવેલ ત્યારે જુદા-જુદા વિસ્તારોમાં છાવણી નાખી વાંધા અરજી એક્ઠી કરીને લાખો રૂપિયા નો આર્થિક ફાયદો કરાવી આપેલ છે. કેશોદ નગરપાલિકા દ્વારા હિસાબી વર્ષ ૨૦૨૦-૨૦૨૧ ની આકારણી કરીને મિલ્કત ધારકોને હેડે બીલો બનાવી નાખ્યાં હોય ત્યારે કાયદાકીય રીતે સંભવત નથી ત્યારે જુલાઈ મહિનામાં વેરો ભરવામાં આવે તો અમુક ટકા રાહત અને ઓગસ્ટ મહિનામાં વેરો ભરવામાં આવે તો અમુક ટકા રાહત આપવા ની વહીવટી પ્રક્રિયા સર્કયુલેટીગ ઠરાવ પસાર કરીને કરી શકવાની જોગવાઈ છે. આવનારાં દિવસોમાં કેશોદ નગરપાલિકામાં સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે સતાધારી પક્ષના મોવડીઓ નગરપાલિકા નાં પદાધિકારીઓ ને કેશોદના મિલ્કત ધારકોને રાહત આપવા હકારાત્મક અભિગમ અપનાવશે ખરાં…! કેશોદ હિતરક્ષક સમિતિ ના કન્વીનર રાજુભાઈ પંડ્યા દ્વારા લેખિતમાં નાયબ કલેકટર, જિલ્લા કલેકટર, પ્રાદેશિક કમિશનર નગરપાલિકાઓ અને નિયામક નગરપાલિકાઓ ગાંધીનગર ઉપરાંત સતાધારી પક્ષ અને વિપક્ષ ને પણ જાણ કરી છે. કેશોદ શહેરમાં આવેલા વિવિધ વેપારી એશોશીએશન અને સામાજિક સંસ્થાઓ ને કેશોદ હિતરક્ષક સમિતિ દ્વારા અપીલ કરી નગરપાલિકા સત્તાધિશો સમક્ષ માંગ કરી જનસમર્થન જાહેર કરવા જણાવ્યું છે. ગુજરાત રાજ્ય માં ઘણીખરી નગરપાલિકા માં હિસાબી વર્ષ નાં પ્રથમ છ મહિનામાં વેરો ભરવામાં આવે તો રાહત આપવામાં આવે છે ત્યારે કેશોદ નગરપાલિકા સત્તાધિશો દ્વારા પણ રાહત આપવામાં આવે તો સ્વભંડોળની આવક પણ વધી જતાં વિકાસનાં કામો માં ગતિ આવશે.