બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
કોરોના વાયરસની મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસરશ્રી ડૉ. આર.એસ.કશ્યપ તરફથી આજે તા. 27 મી જુન, ૨૦૨૦ ના રોજ સાંજે ૫.૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ નર્મદા જિલ્લામાં આજે વધુ ૩ નવા કેસો પોઝિટિવ નોંધાયા હતા.
જેમા એક કેસ ડાયરેક્ટ વડોદરા ખાનગી દવાખાના દાખલ થતા નર્મદા ના કૂલ આજે 4કેસ પોઝિટિવ નોંધાયા છે જેમા 1)સોનલબેન જગદિશભાઈ ખાંટ (ઉ .વ .30, એસઆરપી કેમ્પ, કેવડીયા કોલોની )2)સંગીતાવેન સુરેશભાઈ પટેલિયા (ઉ .વ .30, એસઆરપી કેમ્પ, કેવડીયા કોલોની )3)અંજનાબેન સુરેશભાઈ પટેલિયા( ઉ .વ .10, એસઆરપી કેમ્પ, કેવડીયા કોલોની )જેમા બે એસઆરપી પરીવાર ની મહિલાઓ અને એક પુત્રી નો સમાવેશ થાય છે તમામ ને આજે કોવીદ હોસ્પિટલ મા દાખલ કરાયા છે પોઝિટિવ કેસ સહિત આજદિન સુધી કોરોના વાયરસના નોંધાયેલા કુલ 88 પોઝિટિવ કેસ છે કુલ ૩૩ દરદીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે અને કુલ 55 દરદીઓ આજની સ્થિતિએ રાજપીપળાની કોવીડ-૧૯ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. તેમજ કોરોના વાયરસ કોવીડ-૧૯ થી નર્મદા જિલ્લામાં આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.પ્રાપ્ત થયેલ અહેવાલ મુજબ ગઇકાલે ચકાસણી માટે મોકલાયેલ 32 સેમ્પલ પૈકી 29 સેમ્પલના રિપોર્ટ આજે નેગેટીવ આવેલ છે. જ્યારે 3 સેમ્પલના રિપોર્ટ આજે પોઝિટીવ આવ્યા છે,
જ્યારે આજે ૩3 સેમ્પલના રિપોર્ટ ચકાસણી માટે મોકલવામાં આવ્યાં છે.
નર્મદા જિલ્લામાં આજે તા.૨૬ મી જુન, ૨૦૨૦ ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-53736 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસીના 62 દર્દીઓ, તાવના 35 દર્દીઓ,ડાયેરીયાના 34 દર્દીઓ સહિત કુલ -131 જેટલા દર્દીઓ ઉકત ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. તેની સાથોસાથ આયુર્વેદિક ઉકાળાનો આજદિન સુધી 831929 લોકોએ લાભ લીધો હતો અને હોમિયોપેથી રક્ષણાત્મક ઉપાય તરીકે આર્સેનિક આલ્બમ-૩૦ પોટેન્સી ગોળી 333842 લોકોને વિતરણ કરાઇ છે.નર્મદા જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ થી આજદિન સુધી કોઇ મૃત્યુ નોંધાયેલ નથી.