અમદાવાદ જિલ્લામાં મેલેરીયા વિરોધી જુન માસ ઉજવણી અંતર્ગત વિવિધ સઘન કામગીરી હાથ ધરાઇ

Ahmedabad
રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ

ઠંડી અને ધ્રુજારી સાથે તાવ જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિઃશુલ્ક લોહીની તપાસ કરાવો : જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડ

અમદાવાદ જિલ્લામાં જિલ્લા મેલેરીયા શાખા અને તાલુકા હેલ્થ ઓફિસના સંયુક્ત ઉપક્રમે મેલેરીયા વિરોધી જુન માસ ઉજવણી અંતર્ગત વિવિધ કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડના માર્ગદર્શન અને સીધા નિરીક્ષીણ હેઠળ આરોગ્ય કર્મચારીઓ દ્વારા ગૃહ મુલાકાત દરમ્યાન પોરાનાશક કામગીરી ઉપરાંત મેલેરીયાથી બચવાના ઉપાયો અને મેલેરીયા થાય તો શુ સારસંભાળ રાખવી જોઇએ તે અંગે સમજણ આપવામાં આવી રહી છે.

અમદાવાદ જિલ્લા મેલેરીયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે જણાવ્યુ હતુ કે, જિલ્લા વિકાસ અધિકારી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની સુચના મુજબ સમગ્ર અમદાવાદ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં મેલેરીયા વિરોધી જુન માસ ઉજવણી કરવામાં આવી રહી છે. આરોગ્ય કર્મચારીઓ દ્વારા પોરાનાશક કામગીરી, ફોગીંગ, બીટીઆઇ છંટકાવ, દવાયુક્ત મચ્છરદાની, ડ્રાય ડે, સઘન સર્વેલન્સ સહિત જનજાગૃતિ કરવામાં આવી રહી છે. તમામ સરકારી, બિનવપરાશી મકાનોમાં મચ્છર ઉત્પત્તિ ના થાય તે ખાસ જોવા અને જી.આઇ.ડી.સીમાં મજુરી કરતા લોકોની વસાહત, લેબર મુવમેન્ટ પર ખાસ ધ્યાન રાખવા માટે આરોગ્ય કર્મચારીઓને સુચના આપવામાં આવેલ છે. ઉલટી ઉબકા થાય, માથામાં દુખાવો થાય, શરીરમાં કળતર થાય, ઠંડી અને ધ્રુજારી સાથે તાવ આવે જેવા કોઇ પણ લક્ષણો જોવા મળે તો નજીકના સરકારી દવાખાનામાં જઇને નિઃશુલ્ક લોહીની તપાસ કરાવવી જોઇએ. મેલેરીયાથી બચવા માટે પાણીના ખુલ્લા વાસણો હવા ચુસ્ત ઢાંકણથી ઢાકીને રાખવા. પાણીની ટાંકી, ફુલદાની, કુલર, ફ્રીજની ટ્રે અઠવાડીયામાં એક વખત અવશ્ય સાફ કરો. ઘરની આસપાસ પાણી ન ભરાવા દો. પાણીના ખાડા ખાબોચીયા પુરી દો અથવા તો વહેવડાવી દો. કોઇ પણ તાવ મેલેરીયા હોય શકે છે. મેલેરીયાનો ફેલાવો મચ્છરથી જ થાય છે એટલે મચ્છરની ઉત્પત્તિ અટકાવશો તો મેલેરીયા થતો રોકી શકાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *