રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
રોજ સાંજે સર્જાતા મેળા જેવા દ્રશ્યો માસ્ક વિના ફરતા લોકો અને સોશિયલ ડિસ્ટનસીંગ ધજાગરા
નર્મદા જિલ્લામાં કોરોના નો કહેર દિન-પ્રતિદિન ગંભીર સ્વરૂપ પકડી રહ્યું છે.લોકડાઉન પછી અનલોક-1 માં કોરોના જતું રહયું હોય એમ લોકો ને લાગી રહ્યું છે.પણ લોકડાઉન ઉઠાવી લેવામાં આવ્યું છે પણ કોરોનાનો ખતરો યથાવત છે. કારણ વગર બહાર ના નીકળી, શારીરિક અંતર જાળવવું એ એકમાત્ર ઉપાય છે આ મહામારી થી બચવા માટે.સરકાર ના આદેશ મુજબ જ્યાં ભારે ભીડ થતી હોય તેવા જાહેર અને પ્રવાસન સ્થળો ને બંધ કરવામાં આવ્યા છે.છતાં કેટલાક અણસમજુ લોકો સરકાર ના આ આદેશ નો સરેઆમ ઉલ્લંઘન કરતા હોય છે.
આવુ જ કાયદા નો ઉલ્લંઘન રોજ સાંજે રાજપીપળા ની કરજણ નદી ના કિનારે ઓવારા પર જોવા મળે છે. પોતાની અને પોતાના પરિવાર ના સ્વાસ્થ્ય અને જીવ ચિંતા ના હોય એમ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જળવ્યા વગર જાણે મેળો લાગ્યો હોય તે રીતે નાના બાળકો અને વૃદ્ધો સહિત લોકો ના ટોળે ટોળા રોજ સાંજે ફરવા નીકળી પડે છે. આવા લોકો ની જાગૃતા ના અભાવ ના કારણે કોરોના નો સંક્રમણ વધુ ને વધુ ફેલાઈ છે.પ્રસાશન જો આ ભીડ વહેલી તકે એકઠી થતા નહીં અટકાવે તો રાજપીપળા નગરમાં પણ કોરોના વિસ્ફોટ ની ભીતિ સેવાઇ રહી છે. અને કોરોના સામે ની લડાઈ વધુ મુશ્કેલ ભરી બનશે એવું લાગી રહ્યું છે.