રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનું કેવડિયા કોલોની કોરોના માટે હોટસ્પોટ બન્યું છે.જેને લઈને લોકોમાં ફફળાટ ફેલાયો છે અને નર્મદા જિલ્લામાં છેલ્લા 100 દિવસથી વધુના કોરોનના સમયમાં જિલ્લામાં બહારથી સંક્રમિત થઇને આવેલા વ્યક્તિઓ પોઝિટિવ આવ્યા.ત્યારે નર્મદા જિલ્લામાં 33 કેશ 17 જૂન સુધી હતા બાદમાં સુરત ખાતે લોકડાઉનમાં ફરજ બજાવત કેવડિયાના એસ.આર.પી ગ્રુપ 18 ના જવાનો ગયા હતા, અનલોક-1 દરમિયાન ત્રણ ટુકડી કેવડિયા પરત આવી હતી. જેમાં કેટલાક એસ.આર.પી જવાનો સંક્રમિત હતા જેમનાથી એક બીજાને ચેપ લાગ્યો અને 17 મી જૂનના રોજ 1 એસ.આર.પી જવાન કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગની ટીમે કેવડિયા ધામા નાખ્યા હતા.કેવડિયાને કોરન્ટાઇન ઝોન જાહેર કર્યા બાદ એક પછી એક જવાનો અને તેમના પરિવારોનું ચેકીંગ કરતા કેસો વધતા ગયા આજે 27 જૂન સુધી ફક્ત 10 દિવસમાં જિલ્લાના 33 કોરોના પોઝિટિવ કેસો માંથી વધીને આંકડો 85 પર પહોંચી ગયો.એટલે 10 દિવસમાં 52 કેસો નોંધાયા જેમાં 50 કેસો કેવડિયાના જ છે.
નર્મદા જિલ્લામાં હાલમાં કેવડિયા કોરોનાનું હોટસ્પોટ બન્યું છે.હાલ બીજા એક એક એસ.આર.પી જવાનનો પરિવાર પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.કેવડિયા કોલોની એસ.આર.પી કેમ્પના નેહાબેન અતુલભાઈ વાણીયા (ઉ.વ 40), જશુબેન પરહલાદભાઈ પરમાર (ઉ.વ 35), નવીન પરહલાદભાઈ પરમાર (ઉ.વ 35), ભગવતીબેન પરહલાદભાઈ પરમાર (ઉ.વ 23), રાહુલભાઈ પ્રહલાદભાઈ પરમાર (ઉ.વ 18), સંજય થાવર રાઠવા (ઉ.વ 26) કોરોના પોઝિટિવ આવતા એમને રાજપીપળા કોવિડ:19 હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે.કેવડિયામાં મોટી સંખ્યામાં કેસો વધતા કેવડિયા બજાર 12 વાગ્યા પછી બંધ કરવાનો નિર્ણય લેતા હવે પછી બપોરે કેવડિયાના બજાર સ્વયંભુ બંધ કરી વેપારીઓ લોકલ સંક્રમણના શિકારથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે.અને જો દુકાનો ખુલ્લી રાખે તો 5000 રૂપિયા અને લારી ગલ્લા વાળાને 500 રૂપિયાના દંડની જાહેરાત વેપારીઓએ પોતે જ કરી છે.નર્મદા જિલ્લાના કેવડિયામાં કોરોનાના સૌથી વધુ કેસો સામે આવ્યા છે.લોકલ સંક્રમણ ન વધે એ માટે કેવડિયાના વેપારીઓએ બપોરે 1 વાગ્યા પછી બજારો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.તો બીજી બાજુ કેવડિયા વિસ્તારમાં સેનેટાઈઝરનો છંટકાવ કરવામાં આવતો નથી કે ઉકાળા વિતરણ થતો નથી હોવાની બુમો ઉઠી છે.હાલ એ વિસ્તારમાં લોકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છે.ત્યારે તંત્ર હોટ સ્પોટ બનેલા કેવડિયા કોલોની માટે બેજવાબદાર સાબિત થઈ રહ્યું છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી, ફ્લાવર ઓફ વેલી, જંગલ સફારી સહિતના વિસ્તારોમાં નર્મદા નિગમ, એસ.આર.પી જવાનો સાથે ફોરેસ્ટ અને પોલીસ કર્મીઓ પણ ફરજ બજાવે છે.તો એ કર્મીઓ કેટલા સુરક્ષિત હશે.જો આ લોકોમાં લોકલ સંક્રમણ થયું તો નર્મદા જિલ્લો ગુજરાતનું હોટ સ્પોટ બનતા વાર નહિ લાગે.એથી હાલમાં તંત્રએ અન્ય તમામ સર્વે બંધ કરી કેવડિયા કોલોની પર ફોક્સ કરવું જરૂરી બન્યું છે.બાકી લોકલ સંક્રમણ આખા જિલ્લામાં ફેલાય એવી દહેશત છે.