વડોદરામાં કોરેન્ટાઈનનો ઈનકાર કરનારા સામે પોલીસ કેસ કરાશે

Corona Latest Madhya Gujarat

52 વર્ષના પુરૂષે શ્રીલંકાનો પ્રવાસ કર્યો હતો અને તેના સંપર્કમાં રહેલા 5 જેટલી વ્યક્તિને કોરેન્ટાઈનની કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે. રાજ્ય સરકારે તાજેતરમાં વિદેશ પ્રવાસ કરીને આવ્યા હોય તેવા લોકોની યાદી મોકલી છે.

જિલ્લા કલેકટરે શહેર-જિલ્લા આરોગ્યતંત્રને આ તમામ પ્રવાસીઓને તાત્કાલિક હોમ કોરેન્ટાઇન હેઠળ મૂકવા સૂચના આપી છે. આ સૂચના પાળવાનો ઇન્કાર કરનારા પ્રવાસીઓ સામે પોલીસ પગલા લેવાશે. યાદીમાં સમાવેશ થયો છે. એવા લોકોને હોમ કોરેન્ટાઇનનું જાતે પાલન કરવા અનુરોધ કરાયો છે.

રાજ્ય સરકારે તાજેતરમાં વિદેશ પ્રવાસ કરીને આવ્યા હોય તેવા વડોદરા શહેર-જિલ્લાના લોકોની યાદી મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્યતંત્રને મોકલી આપી છે. તેના અનુસંધાને મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્યતંત્રને ઉપરોક્ત યાદીમાં સમાવિષ્ટ તમામ લોકોને ફરજિયાત હોમ કોરેન્ટાઇનમાં મૂકવા સૂચના આપી છે. 

આ પ્રવાસીઓ પૈકી જો કોઈ હોમ કોરેન્ટાઇનનું પાલન ન કરતા હોય અને જિલ્લા કલેક્ટરની આ સૂચના માનવાનો ઈન્કાર કરે તો તેમને તાત્કાલિક અટકમાં લઇને હોમ કોરેન્ટાઇનમાં મૂકવા અને તેમની સામે કાયદેસરના સખત પગલા લેવા શહેર-જિલ્લા પોલીસતંત્રને પણ સૂચના આપવામાં આવી છે.

જિલ્લા કલેક્ટરે તાજેતરમાં વિદેશ પ્રવાસ પૂરો કરીને આવ્યા હોય તેવા પ્રવાસીઓ તથા તેમના સંપર્કમાં આવેલા લોકોને આ સૂચનાના પાલનમાં સહયોગ આપવા અને સ્વૈચ્છિક રીતે સૌના હિતમાં હોમ કોરેન્ટાઇન સ્વીકારવા અને તેનો ચુસ્ત અમલ કરવા ખાસ અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *