પંચમહાલ: જી.પી.સી.બીના વર્ગ-૧ અધિકારી પાસે આવક કરતા વધારે પ્રમાણમાં મિલકત મળતાં ફરિયાદ.

Godhra Latest Madhya Gujarat

પંચમહાલ જિલ્લામાં ૨૦૧૧ થી ૨૦૧૭ સુધી ફરજ દરમ્યાન પ્રદુષણ બોર્ડના અધિકારી ૧.૨૦ લાખની લાંચમાં ઝડપાયા હતા. એ.સી.બી દ્વારા તેની લાંચીયવૃતિ ધ્યાને રાખીને તપાસ કરાતાં લાચિયા અધિકારીની આવક કરતાં અપ્રમાણસર મિલકત ૫૩ ટકા વધુ વસાવેલી મળી આવતાં એ.સી.બીએ જી.પી.સી.બી ના વર્ગ-૧ અધિકારી વિરુદ્ધ ફરીયાદ નોધીને પંચમહાલ એ.સી.બીને તપાસ સોપી હતી.અને વધુ વધારા ની મિલકત કાળાબજારી ની છે કે કેમ તેની તાપસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ ૨૦૧૭ માં પંચમહાલ પ્રદુષણ બોર્ડમાં ફરજ બજાવતાં વર્ગ-૧ અધિકારી ગિરજાશંકર મોહનભાઇ સાધુ મીનરલ વોટર પ્લાન્ટ શરુ કરવા માટે નો ઓબ્જેકશન સર્ટી આપવાના ૧.૨૦ લાખની લાંચ માંગી હતી. એ.સી.બી એ લાંચિયો અધિકારીને લાંચ લેતા ઝડપી પાડ્યો હતો.અને તેની વિરુદ્ધ ભ્રષટાચારની ફરીયાદ નોધી હતી. ગીરજાશંકર સાધુની ધરપકડ કર્યા બાદ સેસન્સ કોર્ટના હુકમથી જામીન પર છુટયા બાદ ગીરજાશંકર સાધુ ગાંધીનગરમાં પર્યાવરણ ઇજનેશ, ગુજરાત પ્રદુષણ બોર્ડ ખાતે હાલ ફરજ બજાવે છે. વર્ગ-૧ લાંચિયા અધિકારીની લાંચીયાવૃતિ ધ્યાને રાખીને તેઓની અપ્રમાણસર મિલકત અંગેની તપાસ ચાલુ કરાઇ હતી. પ્રાથમીક તપાસમાં તેમના તથા તેમના કુટુંબીઓના મિલકત સંધબી દસ્તાવેજો અને દસ્તાવેજી પુરાવા તથા તેમના વિવિધ બેંક ખાતાની વિગતવાર વીશ્લેષણ એ.સી.બીના નાણાંકીય સલાહકાર ને સોંપ્યું હતું.

વધુ તપાસ બાદ ગીરજાશંકર સાધુ પંચમહાલ જિલ્લામાં પ્રદુષણ બોર્ડ ની ફરજ દરમ્યાન ૧/૪/૨૦૧૧ થી ૩/૩/૨૦૧૭ સુધી ની શોધી કાઢેલી મિલકતો તથા આવકના ખર્ચની રકમો આધારે ગણતરી કરતાં રૂ.૬૮,૨૪,૩૫૭ એટલે ૫૩.૫૧ ટકા જેટલી કાયદેસરની આવકની સરખામણીમાં તેઓએ વસાવેલ મિલકત સ્થાવર-જંગમ મિલકત તેમજ કરેલ રોકાણ/- ખર્ચ રકમ થી વધુ વસાવેલ હોવાનું મળી આવ્યું હતું. ૨૦૧૧ થી ૨૦૧૭ સુધી જુદા જુદા બેંક ખાતામાં ૨૨.૪૧ લાખ રકમ ઉપાડ કર્યો હતો. જયારે આ સમયગાળામાં ૨૪.૭૫ લાખ રૂ રોકડ રકમ જમા કરાવેલી હતી. આ બધી લેવડ દેવળ અંગે તેઓ દ્વારા કોઈ વ્યવસ્થિત જવાબ મળ્યો ન હતો ગીરજાશંર એમ. સાધુએ પંચમહાલમાં પોતાની ફરજ દરમ્યાન હોદાનો દુરઉપયોગ કરી, ઇરાદા પુર્વક ધનવાન થવા માટે નાણાં મેળવી અપ્રમાણસર મિલકતો વસાવી હતી. તેઓ ની આવક કરતાં ૫૩ ટકા વધુ અપ્રમાણસર મિલકત મળી આવતાં એ.સી.બી એ ગીરજાશંકર મોહનભાઇ સાધુ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ની કલમનો ગુનો નોધીને પંચમહાલ એ.સી.બીના પો.સ.ઇ આર.આર. દેસાઇએ વધુ તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *